________________
અધ્યાય : ૫, સૂત્ર-૩૯-૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ઉમાસ્વાતિજીએ વર્તના, પરિણામ, વગેરે કાળનો ઉપકાર છે તેમ ૫-૨૨ મા સૂત્રમાં જણાવ્યું છે. એટલે કાળ જેવી વસ્તુ જગતમાં છે એમાં કોઈનાથી નિષેધ કરી શકાય તેમ નથી, પરંતુ કાળ દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ છે તેમાં મતભેદ છે. જીવ - અજીવના પર્યાય સ્વરૂપ કાળમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવે છે તેથી કાળ એ ઉપચરિત દ્રવ્ય છે. પરંતુ પાર્માર્થિક દ્રવ્ય નથી એમ ગ્રંથકારશ્રીનું કહેવું છે.
સૂત્ર (૫-૩૯) પ્રયોજન ઃ કાળના વિશેષ સ્વરૂપને જણાવે છે.
५-३९
सोऽनन्तसमयः સોડનન્તસમયઃ
૫-૩૯
સઃ અનન્તસમયઃ
૫-૩૯
શબ્દાર્થ : સઃ = તે (કાળ), અનન્તસમયઃ = સમય એ કાળનું માપ છે. સૂત્રાર્થ : તે (કાળદ્રવ્ય) અનન્ત સમય (પ્રમાણ) છે.
ભાવાર્થ : કાળના વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ અનંત સમયના છે. વર્તમાનકાળ એક સમયનો છે. સમય એટલે કાળનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ અંશ. આંખના એક પલકારામાં પણ આવા અસંખ્ય સમયો પસાર થાય છે.
૩૩૮
કોઈ જીર્ણ વસ્ત્રને એકી સાથે ફાડવામાં આવે ત્યારે દરેક તાંતણાને તૂટતા અસંખ્યાતા સમયો પસાર થઈ જાય છે. આ દૃષ્ટાંતથી સમયની સૂક્ષ્મતાનો ખ્યાલ આવશે.
સૂત્ર (૫-૪૦) પ્રયોજન : ગુણના લક્ષણને જણાવે છે.
द्रव्याश्रया निर्गुणा गुणा:
દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ દ્રવ્ય-આશ્રયા નિર્ગુણા ગુણાઃ
ગુણ વગરના
શબ્દાર્થ : દ્રવ્ય-આશ્રયા = દ્રવ્યમાં રહેલા, નિર્ગુણા સૂત્રાર્થ : (જે) દ્રવ્યમાં સદા રહે (અને) સ્વયં નિર્ગુણ હોય તે ગુણ (કહેવાય) છે.
५-४०
૫-૪૦
૫-૪૦
=