________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૩૮
૩૩૭ એવી જ રીતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલ દ્રવ્યના ગુણ છે. કારણ કે આ ચારે ધર્મો હંમેશા પુદ્ગલની સાથે જ રહે છે.
ટૂંકમાં જે ધર્મો જે દ્રવ્યના સહભાવી (સતત સાથે રહે) હોય તે ધર્મો તે દ્રવ્યના ગુણો કહેવાય છે. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહેતા નથી, ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. અર્થાત્ કેટલાક ધર્મો ક્રમભાવી (ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) હોય છે. આ ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમ કે લાલ, લીલુ, પીળુ વગેરે વર્ણના પેટાભેદો પુદ્ગલમાં આવે છે અને જાય છે માટે તેને પર્યાય કહેવામાં આવે છે. પરંતુ વર્ણ કાયમ રહે છે માટે તેને (વર્ણન) ગુણ કહેવાય અને લાલ, લીલુ, પીળુ પર્યાય કહેવાય.
જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જીવનો ગુણ છે. દેવ-નારક-તિર્યંચાદિ અવસ્થા તેના પર્યાય છે. દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો રહેલા છે. દ્રવ્યો અને ગુણો ઉત્પન્ન થતા ન હોવાથી નિત્ય છે અર્થાત્ અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય છે.
સૂત્ર (૫-૩૮) પ્રયોજન : કાળ વિષે નિરૂપણ કરે છે.
कालश्चेत्येके કાલÀત્યેકે
૫-૩૮ કાલઃ ચ ઈતિ એકે પ-૩૮ શબ્દાર્થ : કાલ = વર્તનાદિ જેના લક્ષણ છે તે, ઇતિ = આ પ્રમાણે, એકે = કેટલાક (કોઇક) આચાર્યો.
સૂત્રાર્થ : કેટલાક (આચાર્યો) કાળ પણ (દ્રવ્ય) છે, એમ કહે છે.
ભાવાર્થઃ પૂ. ઉમાસ્વાતિજીના મત પ્રમાણે મૂળ દ્રવ્યો પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવ (જીવાસ્તિકાય) અને પુદ્ગલાસ્તિકાય (પુદ્ગલ). ગ્રંથકાર કાળને દ્રવ્ય ગણતા નથી. શાસ્ત્રમાં છ દ્રવ્યો (પદ્રવ્ય) કહ્યા છે. જેમાં કાળને દ્રવ્ય તરીકે કેટલાક આચાર્યો માને છે.
જગતમાં થતા ફેરફારો તથા પર્યાયોમાં કાળની સહાયતા છે જ. તેથી પૂ.