________________
૩૩૬
અધિક
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૩૭
શબ્દાર્થ : બન્ધ = પુદ્ગલોનો પરસ્પર બંધ થયા પછી, સમ = સમાન ગુણવાળા, અધિક ગુણવાળા, પારિણામિક પરિણમન કરાવવાવાળા.
=
=
સૂત્રાર્થ : (પુદ્ગલોનો પરસ્પર) બંધ થયે છતે સમાન અથવા જે અધિક પરિણામ હોય તે ગુણ વ્યાપ્ત બને છે.
ભાવાર્થ : પુદ્ગલોનો પરસ્પર બંધ થયા પછી આખા સ્કંધમાં સમાન અથવા અધિક જે ગુણ હોય તે ગુણનો પરિણામ વ્યાપ્ત બને છે. જ્યારે સમાન ગુણ રુક્ષ અને સ્નિગ્ધનો બંધ થાય ત્યારે કોઈવાર રુક્ષગુણ સ્નિગ્ધ ગુણને રુક્ષરૂપે પરિણમાવે છે તો કોઈ વખત સ્નિગ્ધગુણ રુક્ષને સ્નિગ્ધરૂપે પરિણમાવે છે. પરંતુ સમગુણ સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રુક્ષ-રુક્ષનો પરસ્પર બંધ થતો નથી.
સ્નિગ્ધનો રુક્ષની સાથે અને રુક્ષનો સ્નિગ્ધની સાથે જો બંધ થાય તો જે અધિક હોય તે પરિણામ થાય છે. જો રુક્ષતા અધિક હોય તો સ્નિગ્ધ ગુણવાળા પરમાણુઓ રુક્ષતાવાળા બને છે અને સ્નિગ્ધતા અધિક હોય તો રુક્ષગુણવાળા પરમાણુઓ સ્નિગ્ધ ગુણવાળા બને છે. દાખલા તરીકે એક સ્કંધ ત્રિગુણ રૂક્ષ હોય અને બીજો સ્કંધ પંચગુણ સ્નિગ્ધ હોય તો આખા સ્કંધમાં પંચગુણ સ્નિગ્ધતા વ્યાપે છે.
સૂત્ર (૫-૩૭) પ્રયોજન : દ્રવ્યનું લક્ષણ સમજાવે છે.
५-३७
गुणपर्यायवद् द्रव्यम् ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ ગુણ-પર્યાયવદ્ દ્રવ્યમ્
૫-૩૭
૫-૩૭
શબ્દાર્થ : ગુણ = સદા રહેનારા ધર્મો, પર્યાય
પામનાર અવસ્થા.
=
ઉત્પન્ન થનાર અને નાશ
સૂત્રાર્થ : ગુણ અને પર્યાયવાળો (જે પદાર્થ છે તે) દ્રવ્ય કહેવાય છે.
ભાવાર્થ : દ્રવ્યની સાથે કાયમ રહે તે ગુણ કહેવાય અને વારંવાર ઉત્પન્ન થાય અને નાશ થાય તે પર્યાય કહેવાય. દાખલા તરીકે આત્મદ્રવ્યનો ગુણ ચૈતન્ય ધર્મ, જે આત્માની સાથે સદા રહે છે તેથી ચૈતન્ય આત્માનો ગુણ છે.