________________
૩૩૪ અધ્યાય : ૫, સૂત્ર-૩૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર પરંતુ પંચગુણ રુક્ષનો સાતગુણ રુક્ષ સાથે અથવા સાતગુણથી વધુ ગુણ રુક્ષવાળા પુદ્ગલ સાથે બંધ થઈ શકે છે.
ટૂંકમાં સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે અને રુક્ષનો રુક્ષ સાથે સમાનતા હોય અથવા એક ગુણ અધિક હોય ત્યારે બંધ થતો નથી પરંતુ બે-ત્રણ-ચાર વગેરે ગુણ અધિક હોય તો જ બંધ ને યોગ્ય છે. જોકે સ્નિગ્ધનો રુક્ષની સાથે અને રુક્ષનો સ્નિગ્ધની સાથે એક ગુણ અધિક હોય તો પણ બંધ થાય છે, કારણ કે ઉપરનો નિયમ સંદેશ (સજાતીય) પુગલો માટે જ છે. એક ગુણ વૈષમ્ય હોય તો બંધ થતો નથી બે-ત્રણ કે વધુ હોય તો જ બંધ થાય છે.
| સૂત્ર પ-૩૦થી ૫-૩૫ નો સાર |
પુદ્ગલોમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષગુણના કારણે ગમે તે ગુણવાળા પુદ્ગલનો ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય, તે પ-૩૨ સૂત્રમાં કહ્યું છે. ત્યાર પછીના ત્રણ સૂત્રોમાં બંધમાં અપવાદ બતાવવામાં આવ્યા છે.
સૂત્ર ૫-૩૩ માં કહ્યું કે જઘન્યગુણ પુગલોનો પરસ્પર બંધ ન થાય.
સૂત્ર પ-૩૪ માં કહ્યું કે સંદેશ (સજાતીય) પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ ન થાય. એટલે કે સદેશ પુદ્ગલોમાં ગુણવૈષમ્ય હોય તો બંધ થાય.
સૂત્ર ૫-૩૫ માં જણાવ્યું કે સદેશ પુગલોમાં એકગુણ વૈષમ્ય હોય તો પણ બંધ ન થાય. સદેશ પુગલોમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. અર્થાત્ સદેશ પુદ્ગલોમાં એક ગુણથી વધારે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય.
નીચે જણાવેલ પુદ્ગલોનો પરસ્પર બંધ થાય
બંધ થાય
કેમ થાય ?
એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રુક્ષ સાથે | એક ગુણ રુક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે એક ગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે એક ગુણ રુક્ષનો ત્રિગુણ રુક્ષ સાથે દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રુક્ષ સાથે દ્વિગુણ રુક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે
| બંનેમાં જઘન્ય ગુણ નથી. સદેશ પણ નથી. | બંનેમાં જઘન્ય ગુણ નથી. સદેશ પણ નથી. | બંનેમાં જઘન્ય ગુણ નથી. સદેશ છે-એક ગુણ વૈષમ્ય નથી. બંનેમાં જઘન્ય ગુણ નથી. સદેશછે-એક ગુણ ગુણવૈષમ્ય નથી. સામ્ય છે પણ સદેશ નથી. સામ્ય છે પણ સદેશ નથી.