________________
૩૩૨ અધ્યાય : ૫, સૂત્ર-૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર કે જઘન્યગુણ સ્નિગ્ધ પુદ્ગલનો જઘન્યગુણ રુક્ષ કે જઘન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બંધ ન થાય. તે જ પ્રમાણે જઘન્ય ગુણ રુક્ષ પુદ્ગલનો જઘન્ય ગુણ સ્નિગ્ધ કે જઘન્ય ગુણ રુક્ષ પુદ્ગલની સાથે બંધ ન થાય. કારણ કે બંધ થવામાં જેટલી સ્નિગ્ધતા કે રુક્ષતા હોવી જોઈએ તેનાથી આ સ્નિગ્ધતા કે રુક્ષતા ઓછી પડે છે. માટે બંધ થતો નથી. સારાંશ એ છે કે, જઘન્ય સ્નિગ્ધતા ગુણ કે જઘન્ય રૂક્ષતા ગુણવાળા પુદ્ગલોનો કોઇપણ અન્ય પુદ્ગલ દ્રવ્ય સાથે બંધ થતો નથી.
સૂત્ર (૫-૩૪) પ્રયોજન : બંધના વિષયમાં બીજો અપવાદ જણાવે છે.
गुणसाम्ये सदृशानाम् -રૂ૪ ગુણસાગ્યે સદેશાનામ્ પ-૩૪
ગુણ-સામે સદેશાનામ્ પ-૩૪ શબ્દાર્થ : સામ્ય = સમાન અંશવાળા, સંદેશ = સરખે સરખા, સજાતીય.
સૂત્રાર્થઃ ગુણની સમાનતા હોય (ગુણ સામ્ય) તો સદેશ (સજાતીય) (પુદ્ગલોનો બંધ થતો નથી.)
ભાવાર્થ : અહીં સદૃશતા ગુણની (સ્નિગ્ધ કે રુક્ષ) અપેક્ષાએ સમજવી. જે પુદ્ગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળા પુદ્ગલો જો સામે આવે તો તે બંને સમાન સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો બંધ થતો નથી. એવી જ રીતે સમાન રુક્ષતા ગુણવાળા પુદ્ગલોનો સમાન રુક્ષતા ગુણવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી.
જેમકે પાંચ ગુણ સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલોનો પાંચ ગુણ સ્નિગ્ધતાવાળા પુગલોની સાથે બંધ થતો નથી. પરંતુ પાંચ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો પાંચ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલોની સાથે ગુણની સામ્યતા હોવા છતાં પણ સદેશ યુગલો ન હોવાથી અર્થાત્ વિજાતીય હોવાથી બંધ અવશ્ય થાય છે.