________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૩૩
૩૩૧ શબ્દાર્થઃ સ્નિગ્ધ = ચીકણાપણું, રુક્ષત્વ = લખાપણું, સૂત્રાર્થ : સ્નિગ્ધતા અને રૂક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે.
ભાવાર્થ : બંધ એટલે પુદ્ગલોનું ભેગા થવું અર્થાત્ જોડાઈ જવું. આ જોડાણ પુદ્ગલમાં રહેલા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ નામના સ્પર્શગુણથી થાય છે.
જેમ કે લોટ રૂક્ષ છે અને તેલ - ઘી પાણી સ્નિગ્ધ છે. તેથી તે બંનેનો સંયોગ કરવાથી લોટ બંધાય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતા વત્તી ઓછી તરતમતાવાળી હોઈ શકે છે. જેમ કે પાણી કરતાં એક ટકા ફેટવાળુ દૂધ વધારે સ્નિગ્ધ અને તેના કરતા બે ટકા ફેટવાળા દુધમાં અધિક અધિક સ્નિગ્ધતા છે. તે જ રીતે ધુળ, ફોતરા અને રેતીમાં અધિક અધિક રૂક્ષતા છે. બંધ થવામાં કેટલી સ્નિગ્ધતા અને કેટલી રૂક્ષતા હોવી જરૂરી છે તે વાત હવે પછીના સૂત્રમાં જણાવવામાં આવશે.
સૂત્ર (પ-૩૩) પ્રયોજન બંધના વિષયમાં પ્રથમ અપવાદ જણાવે છે.
न जघन्यगुणानाम् ५-३३ ન જઘન્યગુણાનામ્ ૫-૩૩
ન જઘન્ય-ગુણાનામ્ પ-૩૩ શબ્દાર્થ ન = નહિ, જઘન્ય = ઓછામાં ઓછું, ગુણાનામ = શક્તિનો અંશ. સૂત્રાર્થ - જઘન્ય ગુણવાળા (પુદ્ગલોનો પરસ્પર બંધ થતો) નથી.
ભાવાર્થ:- અહીં જઘન્ય ગુણ એટલે ઓછામાં ઓછી સ્નિગ્ધતા અને ઓછામાં ઓછી રુક્ષતાવાળુ જે પુદ્ગલ હોય છે તે સમજવું, જેના કેવળીની દૃષ્ટિએ પણ બે ભાગ ના થઈ શકે. પુદ્ગલોમાં ગુણની તરતમતાની દૃષ્ટિએ અનેક ભેદો પડે છે. આ બધા ભેદોને ત્રણ ભેદોમાં સમાવિષ્ટ કરી શકાય. જઘન્ય ગુણ, મધ્યમ ગુણ અને ઉત્કૃષ્ટ ગુણ. સૌથી ઓછો ગુણ જે પુદ્ગલમાં હોય તે જઘન્ય ગુણ. અને સૌથી વધારે ગુણ જે પુદ્ગલદ્રવ્યોમાં હોય તે ઉત્કૃષ્ટ. તે સિવાયના બધા પુદ્ગલો મધ્યમ ગુણવાળા કહેવાય. આ સૂત્રમાં કહે છે કે- જઘન્ય ગુણ (એક ગુણ) પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. એટલે