________________
૩૩૦ અધ્યાય : ૫, સૂત્ર-૩૧-૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (પ-૩૨) પ્રયોજન એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદ દૃષ્ટિથી થાય છે. આથી સૂત્રકાર મહર્ષિ સ્યાદ્વાદને સમજાવે છે.
अर्पितानर्पितसिद्धेः અર્પિતાનર્પિતસિદ્ધ ૫-૩૧
અર્પિત-અનર્પિત-સિદ્ધઃ પ-૩૧ શબ્દાર્થ : અર્પિત = પ્રધાનતા અર્થાત્ વિવક્ષા, અનર્પિત = ગૌણતા અર્થાત્ અવિવક્ષા, સિદ્ધિ = ઉત્પત્તિ.
સૂત્રાર્થ (એક જ વસ્તુમાં, પરસ્પર વિરૂદ્ધ ધર્મો નિત્યત્વ - અનિત્યત્વ, ઉત્પાદ - વ્યય અને ધ્રૌવ્ય વગેરે) અર્પિતથી (વિવક્ષાથી) અને અનર્પિતથી (વિવક્ષાના અભાવથી) થાય છે.
ભાવાર્થ: દરેક વસ્તુમાં બે અંશ હોય છે. દ્રવ્ય અંશ અને પર્યાય અંશ. દ્રવ્ય અંશ સ્થિર (નિત્ય) છે જ્યારે પર્યાય અંશ અસ્થિર (અનિત્ય) છે. જેમકે આત્માને દ્રવ્યની અપેક્ષાથી વિચારીએ અને પર્યાયની અપેક્ષાથી ન વિચારીએ તો આત્મા નિત્ય દેખાશે પણ તે જ આત્માને પર્યાયની અપેક્ષાથી જોવા પ્રયત્ન કરીએ અને દ્રવ્યની અપેક્ષાથી ન જોઈએ તો આત્મા અનિત્ય દેખાશે. એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એમ બંને ધર્મો પરસ્પર વિરૂદ્ધ હોવા છતાં અપેક્ષા ભેદથી બન્ને સાથે રહી શકે છે. જયારે જે ધર્મની પ્રધાનતા (વિવક્ષા) કરવી હોય ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. આમ જગતના દરેક પદાર્થમાં અપેક્ષા, અનપેક્ષા દ્વારા પરસ્પર વિરોધી ધર્મો પણ ઘટી શકે છે.
સૂત્ર (૫-૩૨) પ્રયોજન : પુદ્ગલના બંધના હેતુને જણાવે છે.
स्निग्धरुक्षत्वाद् बन्धः ५-३२ સ્નિગ્ધરુક્ષત્વા બન્ધઃ ૫-૩૨ સ્નિગ્ધ-રુક્ષત્વા બંધઃ ૫-૩૨