________________
૩૨૮ અધ્યાય : ૫, સૂત્ર-૨૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાવાર્થ :- જે સ્કંધો કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધો આંખોથી જોઈ શકાતા નથી. જે સ્કંધો આંખોથી જોઈ શકાય તેવા છે. તે સ્કંધો ભેદ અને સિંઘાત એમ ઉભયથી જ બને છે.
ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા બધા સ્કંધો જોઈ શકાય છે એવો નિયમ નથી. પણ જે સ્કંધો ચક્ષુથી જોઈ શકાય તેવા છે. તે સ્કંધો ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે તેવો નિયમ છે. જેમ ઘર બને છે ત્યારે દિવાલો જોડાતાં સંઘાત પણ થાય છે અને તેમાં વપરાતા પાઈપ લાકડુ વગેરેના ટૂકડા કરવા પડે છે ત્યારે ભેદ પણ થાય છે. આમ સંઘાતભેદ ઉભયથી ઘર તૈયાર થાય છે, જે ચક્ષુથી ગ્રાહ્ય દેખી શકાય) બને છે.
સૂત્ર (૫-૨૯) પ્રયોજનઃ સનું લક્ષણ જણાવે છે. उत्पादव्ययध्रौव्ययुक्तं सत्
-૨૧ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્
૫-૨૯ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્
૫-૨૯ શબ્દાર્થ ઃ ઉત્પાદ = ઉત્પત્તિ, વ્યય = નાશ, પ્રૌવ્ય = નિત્ય, યુક્ત = સહિત, સત્ = પદાર્થ.
સૂત્રાર્થઃ (જે) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે સત્ (કહેવાય) છે.
ભાવાર્થ ઉત્પાદ (ઉત્પત્તિ), વ્યય (નાશ) અને ધ્રૌવ્ય (સ્થિરતા) આ ત્રણ ધર્મો જેમાં ન હોય તેવી કોઇપણ વસ્તુ આ જગતમાં વિદ્યમાન નથી. જે સત્ છે તે ત્રણે ધર્મોથી અવશ્ય યુક્ત જ હોય છે. કોઈપણ દ્રવ્યનો ક્યારે પણ નાશ નથી અને ક્યારે પણ ઉત્પત્તિ નથી. સર્વે દ્રવ્યો અનાદિ અનંત છે અર્થાત્ બ્રૌવ્ય છે. આ જગતમાં દરેક વસ્તુ પ્રતિસમયે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા દ્રવ્યરૂપે સ્થિર રહે છે. પ્રત્યેક પદાર્થમાં દ્રવ્ય અને પર્યાય એમ બે સ્વરૂપ છે. બેમાંથી દ્રવ્યપણું સ્વયં અનાદિ અનંત છે માટે ધ્રુવ છે. દ્રવ્ય પરિવર્તનશીલ છે તેથી જુના પર્યાયરૂપે નાશ પામે છે અને નવા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. જેમ કે સોનાનું કડુ મંગાવીને કંઠી બનાવવામાં આવે તો કડાનો વ્યય,