________________
૩૨૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૨૮
શંકા ઃ ૫૨માણુને તો નિત્ય કહેલ છે. તો અહીં તેની ઉત્પત્તિ કઇ રીતે જણાવે
છે ?
સમાધાન ઃ પહેલી વાત એ કે જૈનદર્શન કોઇ વાતને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય કહેતું નથી. જે વાત એક અપેક્ષાએ નિત્ય છે તે જ અન્ય કોઇ અપેક્ષાએ અનિત્ય પણ હોઇ શકે છે.
વસ્તુને સમજવા દ્રવ્યાર્થિક નયની જેમ પર્યાયાર્થિક નયને પણ સમજવો જ પડશે. ૫૨માણુને નિત્ય કહેવામાં આવે છે તે દ્રવ્યાર્થીક નયથી કહેલ છે. કેમકે દ્રવ્યથી તો તે નિત્ય જ છે. પરંતુ પર્યાયનયની અપેક્ષાએ તે કાર્યરૂપ પણ હોઇ શકે છે અને અનિત્ય પણ હોઇ શકે છે. પરમાણુ ક્યારેક સ્કન્ધના અવયવોરૂપ બની સામુદાયિક અવસ્થામાં રહે છે. અને ક્યારેક સ્કન્ધથી અલગ થઇ છૂટી છવાઇ અવસ્થામાં પણ રહે છે.
પરમાણુની જે છૂટી છવાઇ અવસ્થા છે તે સ્કન્ધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. પરિણામે સૂત્રકારે ‘‘ભેદથી અણુની ઉત્પત્તિ થાય છે.” એવી વાત કરી. ટૂંકમાં સ્કન્ધમાંથી છૂટા પડવાનું કાર્ય ભેદથી થયું માટે “ભેદાદ્ અણુઃ” કહ્યું છે.
સૂત્ર (૫-૨૮) પ્રયોજન ઃ સ્કન્ધની ઉત્પત્તિમાં ત્રણ કારણો કહ્યા. તેમાં ક્યા કારણથી ઉત્પન્ન થયેલા સ્કંધો જોઇ શકાય છે તે આ સૂત્રમાં જણાવે છે.
भेदसंघाताभ्यां चाक्षुषाः
ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષાઃ
ભેદ સંઘાતાભ્યાં ચાક્ષુષાઃ
५-२८
૫-૨૮
૫-૨૮
શબ્દાર્થ : ચાક્ષુષાઃ
આંખોથી જોઇ શકાય તેવા.
સૂત્રાર્થ :- ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ બને છે અર્થાત્ ચક્ષુથી જોઈ શકાય છે.
=