________________
૩૨૬
અધ્યાય : ૫, સૂત્ર-૨૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થઃ સંઘાત, ભેદ અને સંઘાત-ભેદથી એ ત્રણ કારણોમાંના કોઈ પણ એક કારણથી અંધ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ સંઘાત એટલે જોડાવવું. બે અણુના સંઘાતથી એટલે કે જોડાવાથી યણુક (બે અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુઓ જોડાવાથી ચણુક (ત્રણ અણુનો) અને ત્રણ અણુમાં એક અણુ જોડાવાથી ચતુરણુક (ચાર અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે.
ભેદ એટલે છૂટા પડવું. ચૂરમાને વાળીએ તે જોવું કહેવાય. જોડવાથી લાડુ બન્યો એટલે સંઘાત થયો. હવે તેના બે ભાગ કરીએ તો દરેક ભાગ ભેદથી થયા કહેવાય. મોટા કંધો વિખરાઈને નાના નાના સ્કંધો બને તે સ્કંધો ભેદથી બન્યા કહેવાય.
જેમ ૧૦૦ પાનાની એક ચોપડી (Book) બની તે સંઘાત. ચા નો કપ હાથમાંથી પડી જાય અને તેના ટૂકડા થાય તે ભેદથી થયા કહેવાય.
સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જેમ દરજી (Tailor) પેન્ટ બનાવવા માટે કાપડને કટીંગ કરે તે ભેદ અને મશીનથી કાપેલા ટૂકડાને યથાસ્થાને જોડે તે સંઘાત. એમ સંઘાત-ભેદથી પેન્ટ તૈયાર થાય.
સૂત્ર (૫-૨૭) પ્રયોજન પરમાણુની ઉત્પત્તિનું કારણ જણાવે છે. भेदादणुः
५-२७ ભેદાદણ
૫-૨૭ ભેદા અણુ
પ-૨૭ સૂત્રાર્થ પરમાણુ (ની ઉત્પત્તિ સ્કંધના) ભેદથી જ થાય છે.)
ભાવાર્થ: પરમાણુ યુગલનો અંતિમ અંશ છે. સંઘાત થાય ત્યારે તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધરૂપે બને છે, એટલે સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે પણ પરમાણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી. વળી સંઘાત-ભેદ થતાં કેટલાક પરમાણુ ભેગા થાય છે અને કેટલાક પરમાણુ છૂટા પડે છે. એટલે સંઘાત-ભેદથી પણ પરમાણુની ઉત્પત્તિ થતી નથી. માટે સ્કંધમાંથી પરમાણુ છૂટો પડે ત્યારે જ એટલે કે ભેદથી જ પરમાણુ બને છે.