________________
૩૨૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૨૫-૨૬ સૂત્ર (૫-૨૫) પ્રયોજનઃ પુદ્ગલના મુખ્ય બે ભેદો જણાવે છે.
अणवः स्कन्धाश्च ५-२५ અણવઃ સ્કન્ધાશ્ચ ૫-૨૫
અણવઃ સ્કન્ધા: ચ ૫-૨૫ શબ્દાર્થઃ અણવઃ = પુદ્ગલનો અવિભાજય અંતિમ ભાગ, સ્કન્ધઃ = પરસ્પર જોડાયેલા બે કે વધુ પરમાણુઓનો જથ્થો.
સૂત્રાર્થ : (પુદ્ગલના) પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે.
ભાવાર્થ પરમાણુ એટલે પરમ (અંતિમ) અણુ. પરમાણુ પુદ્ગલનો અવિભાજય અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના પ્રદેશો હોતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે.
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે કે વધુ પરમાણુઓનો જથ્થો. આ સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા અને બાદર પરિણામવાળા એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો આંખોથી દેખાતા નથી. બાદર પરિણામવાળા સ્કંધો જ આંખોથી દેખાય છે.
પરમાણુ અને સ્કંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિમાં કારણો ભિન્ન (જુદા જુદા) છે. તે બંનેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે હવે પછીના બે સૂત્રોમાં જણાવે છે.
સૂત્ર (૫-૨૬) પ્રયોજનઃ સ્કંધની ઉત્પત્તિના કારણો જણાવે છે. संघातभेदेभ्य उत्पद्यन्ते
५-२६ સંઘાતભેદેભ્ય ઉત્પદ્યન્ત
૫-૨૬ સંઘાત-ભેદભ્ય ઉત્પદ્યન્ત
૫-૨૬ શબ્દાર્થ : સંઘાત = જોડાવું, ભેગા થવું, ભેદ = છૂટા પડવું, ઉત્પદ્યન્ત = ઉત્પન્ન થાય છે.