________________
૩૨૪ અધ્યાય : ૫, સૂત્ર-૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૭) અંધકાર: અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે. આ અંધકાર
એ કંઈ પ્રકાશના અભાવ રૂપ નથી. જેમ કોઈ વસ્તુ અન્ય વસ્તુથી ઢંકાઈ જાય ત્યારે દેખાતી નથી તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઈ જાય છે તેથી આંખ
સામે હોવા છતાં દેખાતી નથી. (૮) છાયા પડછાયો, પ્રતિબિંબ, ફોટો એ પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. (૯) આતપ : સૂર્યના ઉષ્ણ પ્રકાશને આતપ કહેવાય છે. તેજ, તડકો એ પણ
પુદ્ગલસ્વરૂપ છે. (૧૦) ઉદ્યોતઃ ચંદ્રનો પ્રકાશ, ચાંદની કે જે શીતળ છે એ પણ પુદ્ગલ પરિણામ છે.
શંકા - શબ્દનું જ્ઞાન કાન વડે થાય છે. શ્રોતેન્દ્રિય રહિત પ્રાણીઓ શબ્દ સાંભળી શકતા નથી. તો પછી ખેતરમાં તીડ આવે છે તે ઢોલના અવાજથી કેમ ઉડી જાય છે? તીડ તો ચઉરિન્દ્રિય હોવાથી કર્ણ રહિત છે.
સમાધાન : તીડો ઢોલના અવાજને સાંભળતા નથી, પણ શબ્દો કે જે પુગલ રૂપ છે તે ચારે તરફ ફેલાય છે. આ ફેલાયેલા શબ્દોની અસર તીડ ઉપર પ્રહાર જેવી થાય છે, તે સહન ન થતા તીડો ઉડી જાય છે. જેમ શબ્દરૂપ પુદ્ગલના પ્રહારથી પ્રતિકુળ અસર થાય છે તેમ સંગીતથી અનુકૂળ અસર પણ થાય છે. જેમકે સંગીતની અસરથી અમૂક વૃક્ષો જલ્દી વિકસે છે. ગાયો દૂધ વધુ આપે છે.
શંકાઃ સ્પર્શ વગેરે પુગલના પર્યાયો છે અને શબ્દ વગેરે પણ પુદ્ગલના જ પર્યાયો છે. તો સૂત્રો પ-૨૩ અને સૂત્રો પ-૨૪ એમ બે સૂત્રોના બદલે એક જ સૂત્ર ગ્રંથકારે કેમ ન બનાવ્યું?
સમાધાનઃ ૫-૨૩ સૂત્રમાં કહેલા સ્પર્શ આદિ પર્યાયો અણુ અને સ્કંધ બંનેમાં હોય છે જયારે પ-૨૪ સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાયો માત્ર સ્કંધમાં જ હોય છે. સ્કંધોમાં પણ દરેક સ્કંધમાં શબ્દાદિ પર્યાયો હોય એવો નિયમ નથી. જ્યારે સ્પર્ધાદિ પર્યાયો તો દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય હોય છે.