________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૨૪
૩૨૩
નિકાચિત બંધ : ઘણથી કૂટીને એકમેક બનાવેલી સોયો સમાન, આવી સોયો ઉપયોગમાં લઈ ન શકાય. તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે. આ રીતે કર્મો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ. પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો ગાઢ બંધ.
(૩) સૂક્ષ્મતા : અંત્ય (સૌથી છેલ્લી) અને આપેક્ષિક એમ બે ભેદો છે.
અંત્ય સૂક્ષ્મતા ઃ પરમાણુની જે સૂક્ષ્મતા છે તે અંત્ય સૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. પરમાણુમાં રહેલી સૂક્ષ્મતા અંત્ય (છેલ્લી) છે.
આપેક્ષિક સૂક્ષ્મતા ઃ અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા આપેક્ષિક સૂક્ષ્મતા છે. જેમ કે આમળાની અપેક્ષાએ બોર સૂક્ષ્મ છે. ઋણુક સ્કંધની અપેક્ષાએ દ્રયણુક સ્કન્ધ સૂક્ષ્મ છે.
(૪) સ્થૂલતા ઃ સૂક્ષ્મતાની જેમ સ્થૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સંપૂર્ણ લોક વ્યાપી સ્કંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટુ પુદ્ગલ દ્રવ્ય લોકાકાશ સમાન હોય છે.
અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે. જેમ કે આમળાથી કેરી સ્થૂલ છે.
કે
(૫) સંસ્થાન : સંસ્થાન એટલે આકાર કે આકૃતિ. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે આકારો પણ પુદ્ગલમાં જ હોય છે.
(૬) ભેદ : એક વસ્તુના ભાગ પાડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે.
♦ ઔરિક : ચીરવા કે ફાડવાથી થતો ભેદ. જેમ કે લાકડા, પત્થર વગેરેની તોડ-ફોડ.
• ચૌર્ણિક : ઘઉં વગેરેને દળવાથી થતો ચૂર્ણ સ્વરૂપે ભેદ.
♦ ખંડ : લાકડા વગેરેના ટુકડા કરવાથી થતો ભેદ.
• પ્રતર : પડનું છૂટા પડવું તે - જેમ કે અબરક (Mica), પ્લાયવુડ વગેરે.
• અનુત્તર : છાલ નીકળી તે જેમકે વાંસ, શેરડી વગેરે.