________________
૩૨૨
અધ્યાય : ૫, સૂત્ર-૨૪
જેમકે વરસાદની ગર્જના, વીજળીનો ગડગડાટ
પ્રયોગથી- જીવના પ્રયત્નથી જે શબ્દો ઉત્પન્ન થાય છે તે. જેના છ ભેદો છે.
• તત- હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો.
♦ વિતત- તારની સહાયથી ઉત્પન્ન થતા વીણાના શબ્દો.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
• ઘન- ઝાલર, ઘંટ, મંજીરા વગેરેના શબ્દો.
♦ શુષિર- વાંસળી, શંખ વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો.
• સંઘર્ષ- દાંડિયા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ
• ભાષા- વાક્યોના સમૂહને ભાષા કહેવાય છે. જીવના પ્રયત્નથી બોલાતા શબ્દો તે ભાષા.
શબ્દનું સ્વરૂપ સમજાવીને હવે બંધનું સ્વરૂપ સમજાવે છે.
(૨) બંધ બંધ એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ. બંધના બે ભેદ છે, પ્રયોગબંધ અને વિસ્રસાબંધ.
પ્રયોગબંધ :- જીવના પ્રયત્નથી થતો બંધ પ્રયોગબંધ, જીવ સાથે શરીરનો, જીવ સાથે કર્મોનો બંધ.
વિસ્રસાબંધ :- જીવના પ્રયત્ન વિના થતો બંધ. વીજળી અને મેઘનો સંબંધ સ્વાભાવિક થાય છે, જીવના પ્રયત્નથી નહીં.
જીવ સાથે કર્મોનો બંધ ચાર પ્રકારે છે.
સ્પષ્ટ બંધ :- પરસ્પર અડેલી સોયો સમાન. કર્મો વિશેષ ફળ આપ્યા સિવાય સામાન્યથી ભોગવાઈને જીવથી છૂટા પડી જાય તેવો બંધ.
બન્ને બંધ :- દોરાથી બંધાયેલી સોયો સમાન જેમાં સોયો છૂટી પાડવા દોરો છોડવો પડે તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટા પડે.
નિધત્ત બંધ :- દોરાથી બંધાયેલ અને કટાઈને ભેગી થયેલી સોયો સમાન. જેમ આ સોયો છૂટી પાડવા થોડી વિશેષ મહેનત કરવી પડે તેમ કર્યો ઘણું ફળ આપીને જ છૂટા પડે. તે કર્મોને છૂટા પાડવા વધુ પ્રયત્ન કરવો પડે છે.