________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૨૪
૩૨૧ આપ્યો. વળી રસનેન્દ્રિય એ સ્પર્શ પછીની બીજી ઇન્દ્રિય છે. પછી ત્રીજા નંબરે ગંધ અને છેલ્લો પર્યાય વર્ણ લીધો. કારણ કે રૂપ સૂક્ષ્મપણે જાણી શકાતું નથી. જેમ કે વાયુનું રૂપ અતિ સૂક્ષ્મ છે જે જોવાની આપણા ચક્ષુમાં શક્તિ નથી. એટલે વર્ણ (રૂપ)ને છેલ્લે મૂક્યું.
સૂત્ર (પ-૨૪) પ્રયોજન પુદ્ગલોના શબ્દાદિ પરિણામોને જણાવે છે. शब्दबंधसौक्ष्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च ५-२४ શબ્દબંધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનભેદતમછાયાતપોદ્યોતવન્ત% પ-૨૪ શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ-તમ:છાયા-આતપ-ઉદ્યોતવન્તઃ ચ
૫-૨૪ | શબ્દાર્થ બંધ = પરસ્પર બે વસ્તુનો સંયોગ અથવા મિલન, સંસ્થાન = આકાર (આકૃતિ), તમ = અંધકાર, છાયા = પડછાયો, આતપ = પ્રકાશ (તડકો), ઉદ્યોત = પ્રભા, શીતળ પ્રકાશ.
સૂત્રાર્થ - શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ-અંધકાર-છાયા-આપ અને ઉદ્યોતધર્મવાળા પણ પુદ્ગલો જ હોય છે.
ભાવાર્થ - શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે તે જણાવવા માટેના તર્કો :• જોરદાર શબ્દો કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઈ જાય છે. • શબ્દનો કૂવા વગેરેમાં પ્રતિઘાત થાય છે, તેથી પડઘો પડે છે. • વાયુ વડે જેમ તૃણ દૂર દૂર ઘસડાય છે તેમ શબ્દો પણ વાયુ વડે દૂર સુધી જાય છે
- ફેંકાય છે. • જેમ દીવાનો પ્રકાશ ચારે તરફ ફેલાય છે તેમ શબ્દો પણ ચારે તરફ ફેલાય છે. • શબ્દોને ટેપ-રેકોર્ડર દ્વારા રેકોર્ડ કરી શકાય છે અને તે શબ્દો ફરીથી સાંભળી શકાય છે. (૧) શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે છે : વિગ્નસાથી અને પ્રયોગથી. વિસ્ત્રસાથી- સ્વભાવિક રીતે શબ્દો ઉત્પન્ન થવા.