________________
૩૨૦ અધ્યાય : ૫, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર બનતું નથી. જેમ કે વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ પણ તેના રૂપને જાણી શકતા નથી, કારણકે વાયુનું રૂપ અતિ સૂક્ષ્મ છે જે જોવાની આપણા ચક્ષુમાં શક્તિ નથી. આ જ વાયુ વૈજ્ઞાનિક પદ્ધતિએ હાઈડ્રોજન અને ઓક્સિજન રૂપે સંયોજન પામે ત્યારે પાણી સ્વરૂપ બને છે અને નજરે જોઈ શકાય છે. કારણ કે બે વાયુના સંયોજન વડે તે અણુઓ સૂક્ષ્મપણાનો ત્યાગ કરીને પૂલ બની જાય છે.
દરેકના પેટા ભેદો નીચે પ્રમાણે છે. (૧) સ્પર્શ કઠીન (કર્કશ), મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ (૨) રસ : તિકત (તીખો), કટુ (કડવો), કષાય (તુરો), ખાટો, મધુર (મીઠો) (૩) ગંધઃ સુરભિ (સુગંધ) અને દુરભિ (દુર્ગધ) (૪) વર્ણઃ કાળો (કૃષ્ણ), નીલ (લીલો), લાલ, પીત (પીળો) અને શ્વેત (ધોળો)
આમ આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ, અને પાંચ પ્રકારના વર્ણ હોય છે. કુલ તેના ૨૦ ભેદો થાય છે.
શંકા : સૂત્ર ૫-૪માં પુદ્ગલનું લક્ષણ રૂપીપણું કહ્યું છે છતાં આ સૂત્રમાં (પ૨૩માં) પુદ્ગલના લક્ષણો ફરીથી કેમ કહ્યા? રૂપી શબ્દથી પણ વર્ણની સાથે રસ, ગંધ અને સ્પર્શ તો આવી જ જવાના હતા તો પછી અલગ સૂત્ર શા માટે ?
સમાધાન : તમારી શંકા વ્યાજબી છે. પરંતુ સૂત્ર પ-૩માં દ્રવ્યની વિશેષતા બતાવવા “નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ચ” એમ કહીને અરૂપીપણાનું વિધાન કર્યું. જ્યારે સૂત્ર પ-૪માં તેનો અપવાદ દર્શાવે છે. તેમાં પુદ્ગલના રૂપીપણાનું વિધાન છે. આ સૂત્ર (૫-૨૩) દ્વારા સૂત્રકારને પુદ્ગલના સ્વરૂપને જણાવવું છે માટે અલગ સૂત્ર રચ્યું.
શંકાઃ સૂત્ર પ-૨૩માં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એમ ક્રમ બતાવ્યો છે, તેમાં કોઈ ખાસ કારણ ખરું ?
સમાધાન: હા કારણ છે. બધામાં સ્પર્શ સબળ તત્ત્વ છે. પ્રત્યેક સંસારી જીવને સ્પર્શનેન્દ્રિય હોય જ છે. એટલે સ્પર્શને પ્રથમ મૂક્યું.
સ્પર્શ પછી જીવોમાં રસ વ્યાપાર ઘણો જોવા મળે છે. માટે તેને ક્રમમાં બીજો નંબર