________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૨૩
૩૧૯
વિસ્રસાગતિ : જીવના પ્રયત્ન વિના સ્વભાવિક થતી ગતિ તે વિસ્ત્રસા ગતિ. જેમકે વરસાદ વરસ્યો, વરસાદ વરસે છે. વરસાદ વરસશે.
ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળનો પ્રયોગ કરી શકાય છે માટે ક્રિયામાં કાળ નિમિત્ત કારણ છે.
(૪) પરત્વાપરત્વ : પરત્વ (મોટાપણું) અને અપરત્વ (નાનાપણું) એ બંને પરસ્પર સાપેક્ષ છે.
પરત્વાપરત્વ ત્રણ પ્રકારે છે. પ્રશંસામૃત, ક્ષેત્રકૃત, કાળકૃત
પ્રશંસાકૃત : જેમ કે ધર્મ અને જ્ઞાન એ પર છે. અધર્મ અને અજ્ઞાન એ અપર છે, અહીં પ૨ એટલે શ્રેષ્ઠ અને અપર એટલે તુચ્છ.
ક્ષેત્રકૃત : અમેરિકાથી ઇન્ડીયા પર (દૂર) છે અને અમેરિકાથી કેનેડા (અ૫૨) છે એટલે નજીક છે. અહીં પરત્વ અને અપરત્વ ક્ષેત્રની અપેક્ષાએ (ક્ષેત્રકૃત) છે.
કાળકૃત : ૧૫ વર્ષના છોકરા કરતા ૨૦ વર્ષનો છોકરો મોટો છે એટલે ૫૨ છે. અને ૨૦ વર્ષના છોકરા કરતા ૧૫ વર્ષનો છોકરો નાનો છે એટલે અપર છે. આ રીતે કાળ દ્રવ્યની ઉપકારકતા જાણવી.
સૂત્ર (૫-૨૩) પ્રયોજન ઃ પુદ્ગલના લક્ષણને જણાવે છે. स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः સ્પર્શરસગન્ધવર્ણવન્તઃ પુદ્ગલાઃ સ્પર્શ-રસ-ગન્ધ-વર્ણવન્તઃ પુદ્ગલાઃ
શબ્દાર્થ : વર્ણવન્તઃ
વર્ણવાળા.
સૂત્રાર્થ : પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
ભાવાર્થ : સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ ચારે ગુણો સાથે જ રહે છે. એથી જ્યાં સ્પર્શ કે અન્ય કોઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણે ગુણો પણ અવશ્ય હોય જ. સ્પર્શ વગેરે ચાર ગુણોમાં કોઈક ગુણો અવ્યક્ત હોય તેવું બને પણ હોય જ નહીં એવું ક્યારેય પણ
=
૬-૨૩
૫-૨૩
૫-૨૩