SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અધ્યાય : ૫, સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થઃ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનો ઉપકાર છે. ભાવાર્થ ઃ જો કે પૂ. ઉમાસ્વાતિજી કાળને દ્રવ્ય તરીકે માનતા નથી છતાં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય માને છે તે વાત આડત્રીશમા સૂત્રમાં જણાવવાના છે. હવે જો કાળ દ્રવ્ય છે તેમ સ્વીકારીશું તો તેનો કોઈ ને કોઈ ઉપકાર પણ હોવો જોઈએ. આથી અહીં કાળનો પણ વર્તના આદિ ઉપકાર જણાવવામાં આવ્યો છે. (૧) વર્તના વર્તના એટલે વર્તવું. કોઈપણ દ્રવ્ય અમૂક પર્યાયમાં વર્તે છે એમ જે કહેવાય છે તેમાં કાળની સહાયતા છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ સમય ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાથી યુક્ત દ્રવ્યનું વર્તવું હોવું) તે વર્તના. જો કે દ્રવ્યો સ્વયંવર્તી રહ્યા છે, છતાં કાળ તેમાં નિમિત્ત બને છે. અર્થાત્ સઘળા દ્રવ્યો સ્વયં બ્રોવ્યરૂપે પ્રત્યેક સમયે વર્તી રહ્યા છે અને એ દ્રવ્યોમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઈ રહ્યો છે. તેમાં કાળ તો માત્ર નિમિત્ત કારણ જ છે. આ વર્તના પ્રતિ સમય પ્રત્યેક પદાર્થોમાં હોય છે. સૂક્ષ્મ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી. અધિક સમય થાય ત્યારે જાણી શકાય છે. દાખલા તરીકે અર્ધા કલાક સતત હલાવ્યા પછી દૂધપાક તૈયાર થયો. અહીં ૨૯ મિનિટ સુધી દૂધપાક તૈયાર ન હતો અને ૩૦મી મિનિટે તૈયાર થઈ ગયો એવું તો કહી શકાય જ નહિ. પ્રથમ સમયથી સૂક્ષ્મરૂપે દૂધપાક તૈયાર થઈ રહ્યો હતો. “હું સામાયિકમાં છું” સમતાભાવનો પર્યાય એ પણ ૪૮ મિનિટમાં કાળથી જ મપાય છે. (૨) પરિણામ: મૂળ દ્રવ્યમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામમાં કાળ મહત્વનો ભાગ ભજવે છે. ઠંડી શીયાળામાં જ પડે, ગરમી ઉનાળામાં જ પડે. આંબા ગરમીમાં જ પાકે. આ બધા જગતના ભાવોના પરિવર્તન સ્વરૂપ પરિણામોમાં કાલ દ્રવ્યનો ઉપકાર છે. કાળથી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. (૩) ક્રિયા: ગમનાગમન આદિ કોઈ પણ ક્રિયા કરવામાં જેટલો સમય જાય છે તે કાલની સહાયતા છે. ક્રિયા બે પ્રકારે કહી છે. પ્રયોગ ગતિ અને વિગ્નસાગતિ. પ્રયોગ ગતિ: મેં ચિત્ર બનાવ્યું, હું ચિત્ર બનાવું છું, હું ચિત્ર બનાવીશ. જીવના પ્રયત્નથી થતી ગતિ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy