SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૨૨ ૩૧૭ જે દર્શનો ઈશ્વરને જ કર્તારૂપે સ્વીકારે છે તેઓ પ્રત્યેક કાર્યમાં પ્રેરક કે નિમિત્તરૂપે ઈશ્વરને સ્વીકારે છે. તેમના મતે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવ સુખી કે દુઃખી થાય છે અને સ્વર્ગ કે નરકમાં જાય છે. પણ તે વાત યોગ્ય નથી. જેમના કર્મબીજ મૂળમાંથી નષ્ટ થયા છે તેવા વીતરાગી પરમાત્મા આ પૌલિક પ્રવૃત્તિમાં પડે જ નહીં. પ્રત્યેક જીવ દ્રવ્યમાં ખરેખર તો અન્ય જીવ દ્રવ્ય નિમિત્તરૂપે કદાચ સુખ-દુ:ખમાં ઉપકારક બની શકે, પણ પ્રેરક રૂપે ન બની શકે. જીવ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે તો પોતાની યોગ્યતા અનુસાર થાય છે. કર્મપુદ્ગલથી બંધાયેલો જીવ મુક્ત થવાનો તે પણ પોતાની યોગ્યતા પ્રમાણે થવાનો છે તેમાં નિમિત્તરૂપે બીજાનો ઉપકાર હોઈ શકે પણ પ્રેરકરૂપે હોઈ શકે નહિ. જેમ કે સુધાવેદનીયના ઉદયથી એક જીવને ભૂખ લાગી. બીજા કોઈએ તેને ભોજન આપ્યું ત્યારે વ્યવહારથી પહેલો જીવ, બીજા જીવનો ઉપકાર માને છે. પરંતુ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો અહીં પહેલા જીવનો લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયેલો છે. બીજો જીવ તો માત્ર નિમિત્ત બન્યો છે. જો પહેલા જીવને લાભાંતરાયનો ક્ષયોપશમ ન થયો હોય તો બીજો જીવ ગમે તેટલી ઇચ્છા કરે છતાં ઉપકાર કરી શકે નહીં. સાર એ જ કે આ વિશ્વમાં કોઈ કોઈને નિશ્ચયથી સુખી કે દુઃખી કરી શકતું નથી માટે કોઈના પર રોષ (દ્વષ) કે તોષ (રાગ) કરવો નહીં. વ્યવહારથી જીવો પરસ્પર એકમેકના હિત-અહિતમાં નિમિત્ત બની શકે છે. માટે ઈષ્ટ સિદ્ધિમાં આવા નિમિત્તોની અવગણના ન કરવી અન્યથા ““કલ્યાણ મિત્રોની પણ ક્યારેક ઉપેક્ષા થઇ જવાનો સંભવે છે. સૂત્ર (પ-૨૨) પ્રયોજન કાળનો ઉપકાર જણાવે છે. वर्तना परिणामक्रिया-परत्वापरत्वे च कालस्य ५-२२ વર્તના પરિણામક્રિયા-પરત્વાપરત્વે ચ કાલસ્ય પ-૨૨ વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે ચ કાલસ્ય પ-૨૨ શબ્દાર્થ : વર્તના = પ્રતિ સમયે દ્રવ્યનું વર્તવું, પરિણામ = પોતાની સત્તાનો (જાતિનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યમાં થતો ફેરફાર, ક્રિયા = ક્રિયા, પરત્વ = મોટું (મોટાપણું), અપરત્વ = નાનું નાનાપણું).
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy