________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩
નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન. આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ એ મુખ્ય કારણ છે.
८
ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના જીવો છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય જીવ. મોક્ષ પામવા યોગ્ય સામગ્રી મળતા પુરુષાર્થ કરીને મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય જીવ. મોક્ષ પામવા યોગ્ય સામગ્રી મળવા છતાં ક્યારેય પણ મોક્ષ ન પામી શકે તે અભવ્ય. ત્રીજા પ્રકારના જીવો છે જે જાતિભવ્ય કહેવાય છે. જાતિભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં જેમને ક્યારેય મોક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવો.
શંકા ઃ ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય આ ત્રણ પ્રકારના જીવો તમે કહ્યા પણ કોઈ વ્યવહારિક ઉદાહરણથી આ ત્રણ ભેદ સમજાવોને ?
સમાધાન : જીવરૂપે બધા સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કા૨ણે ભવ્ય અને અભવ્ય તેમજ જાતિભવ્ય એવા ભેદો પડે છે.
ભવ્ય જીવો સૌભાગ્યવતી સ્ત્રી જેવા છે. જેમ પતિનો સંયોગ થતા સંતાનની પ્રાપ્તિ થાય તેમ મોક્ષની સામગ્રી મળતા પુરુષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરે.
અભવ્ય જીવો વંધ્યા સ્ત્રી જેવા છે. પતિનો સંયોગ થવા છતાં પણ સંતાનની પ્રાપ્તિ ન થાય. અર્થાત્ મોક્ષની સામગ્રી મળવા છતાં મોક્ષ પ્રાપ્ત ન કરી શકે.
જાતિભવ્ય જીવો એ કુમારિકા અવસ્થામાં દીક્ષા લીધેલી હોય તેના જેવા છે. તેમને પતિનો સંયોગ કદી પણ થવાનો નથી. જેના કારણે સંતાન પ્રાપ્તિ ક્યારેય પણ થાય. પરંતુ તેનામાં સંતાન પ્રાપ્તિની યોગ્યતા રહેલી છે. તેની જેમ જીવો પણ ત્રણ પ્રકારના છે. તેમાં જાતિભાવ જીવો અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યા જ નથી.
જેમકે ગામડામાં ઘણા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હોય છે અને ભણવાની તક મળે તો આગળ વધી શકે તેમ છે પરંતુ પરિસ્થિતિના કારણે તેમને આગળ વધવાની તક મળતી જ નથી.
અભવ્ય જીવોને સામગ્રી મળવા છતાં મોક્ષ ન પામે, જ્યારે જાતિભવ્ય જીવોને પોતાનામાં મોક્ષ પામવાની યોગ્યતા રહેલી હોવા છતાં મોક્ષ પામવાની સામગ્રી ન મળવાથી મોક્ષ ન પામે.