________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩
૯
શંકા ઃ તમે વ્યવહાર અને અવ્યવહા૨ રાશિની વાત કરી, તે જરા વધારે સ્પષ્ટ કરશો?
સમાધાન ઃ નિગોદના અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ એમ બે વિભાગ છે. અવ્યવહા૨ રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી જ જીવનો વિકાસ શરૂ થાય છે. આપણે બધા જ એક કાળે અવ્યવહાર રાશિમાં હતા. જ્યારે કોઈ જીવ સિદ્ધગતિ પામે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે પછી જ તે જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિમાં ભવના ફેરા કરે અને આગળ વધે. કયો જીવ બહાર આવે તે નક્કી નથી. આગળ કહ્યું તે પ્રમાણે જાતિભવ્ય જીવો એવા છે કે જેમની યોગ્યતા હોવા છતાં પણ તેમનો નંબર લાગવાનો નથી. અર્થાત્ તે જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં કદી આવી શકવાના જ નથી. આપણો નંબર લાગી ગયો અને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા અને વિકાસ કરતા કરતા મનુષ્યભવ સુધી પહોંચ્યા.
શંકા : નિગોદ કોને કહેવાય ?
સમાધાન ઃ સાધારણ વનસ્પતિકાય એ નિગોદ છે. તેના બે ભાગ છે. સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ. સૂક્ષ્મનિગોદમાં એક શરીરમાં અનંતા જીવો હોય જે દેખી શકાતા નથી. બાદરનિગોદમાં યંત્રની મદદથી જીવો દેખી શકાય. બટાટા, કાંદામાં રહેલા જીવો બાદરનિગોદ કહેવાય. સૂક્ષ્મનિગોદના બે ભેદ છે.
વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ.
પેજનં. ૧૦ ઉપર આપેલ ચાર્ટથી વનસ્પતિકાયનું સ્વરૂપ સમજાશે. શંકા : શું વ્યવહાર રાશિમાં આવેલા બધા જીવો ભવ્ય જ હોય ?
સમાધાન : ના, એવું નથી. ભવ્ય પણ હોય અને અભવ્ય પણ હોય. ભવ્યત્વ કે અભવ્યત્વ પામવામાં કર્મ કારણ નથી. અભવ્ય જીવ જ્ઞાનમાં ખૂબ આગળ વધી શકે. દીક્ષા પણ લે અને કાળધર્મ પામીને નવત્રૈવેયકમાં પણ જન્મ પામે પરંતુ અંદરથી મોક્ષ પર શ્રદ્ધા નથી એટલે તેનો મોક્ષ ક્યારેય પણ ન થાય.
શંકા : આપણે ભવ્ય છીએ કે અભવ્ય તે કેવી રીતે ખબર પડે ?
સમાધાન ઃ આપણે ભવ્ય છીએ કે અભવ્ય તે તો કેવળી ભગવાન જ કહી શકે.