________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩
૭
(૫) આસ્તિક્ય : વીતરાગ પરમાત્માએ જે કહ્યું છે તે જ સત્ય છે એવી અટલ શ્રદ્ધા
થવી.
શંકા : ઉપર જણાવેલા પાંચ લક્ષણોની પ્રાપ્તિમાં કોઈ ક્રમ છે કે ગમે તે ક્રમથી તેની પ્રાપ્તિ થાય છે ?
સમાધાન ઃ આ પાંચ લક્ષણોનો ક્રમ પશ્ચાનુપૂર્વી સમજવો. પ્રથમ આસ્તિક્ય પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ. આવો ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે. અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે એમ ઉત્તરોત્તર ક્રમશઃ શમ (અથવા પ્રશમ) ગુણ સૌથી વધારે પ્રધાન હોવાથી સર્વ પ્રથમ શમ ગુણ જણાવ્યો છે.
સૂત્ર (૧-૩) પ્રયોજન : સમ્યગ્દર્શનના નિમિત્તો જણાવે છે.
तन्निसर्गादधिगमाद् वा
તન્નિસર્ગાદધિગમાદ્ વા તદ્-નિસર્ગાદ્-અધિગમાદ્ વા
શબ્દાર્થ : તદ્ = તે, નિસર્ગ = સ્વાભાવિક, આપમેળે, અધિગમ = બાહ્યનિમિત્ત,
વા = અથવા.
-૨
૧-૩
૧-૩
સૂત્રાર્થ : તે (સમ્યગ્દર્શન) નિસર્ગથી અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : નિસર્ગ એટલે જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂર્વના સંસ્કાર કે આત્માની ભવ્યતાના યોગે સહજપણે આત્મામાં પ્રગટ થાય. જેમાં ગુરુનો ઉપદેશ કે પ્રતિમાના દર્શનાદિ જેવા બાહ્ય કારણો નિમિત્ત ન હોય પરંતુ આત્માની પોતાની અંદરની જાગૃતિ જ પ્રધાનપણે કા૨ણ હોય તે નિસર્ગ.
અધિગમ એટલે બાહ્ય નિમિત્ત. જેમાં ગુરુનો ઉપદેશ અથવા પ્રતિમાનાં દર્શન વગેરે બાહ્ય નિમિત્તો કારણ છે. આવા બાહ્ય નિમિત્તોથી જે સમ્યગ્દર્શન થાય તે અધિગમ.
સ્વયંબુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ જેવા મહાત્મા પુરુષોને આ સમ્યગ્દર્શન નિસર્ગથી થાય છે. સામાન્ય જીવોને આ સમ્યગ્દર્શન અધિગમથી થાય છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન પ્રગટે. કેવળ અંતરંગ