________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૩૧૫
અધ્યાય ઃ ૫, સૂત્ર-૨૧
ઘડો એ માટીનો ઉપકાર (કાર્ય) છે અને રોગની શાંતિ એ પણ માટીનો ઉપકાર (કાર્ય) છે. બંનેમાં ફર્ક એ છે કે ઘડામાં માટી પોતે જ ઘડારૂપ બની જાય છે જ્યારે રોગની શાંતિમાં માટી તો માટી રૂપે જ રહે છે પણ તેના નિમિત્તે શરીરમાં શાંતિ થાય છે. માટે ૧૯ મા સૂત્રમાં શરીર આદિ કાર્ય પ્રત્યે પુદ્ગલ ઉપાદાન કારણ છે અને ૨૦મા સૂત્રમાં સુખ આદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. આ ભેદનું સૂચન કરવા સૂત્રકાર મહર્ષિએ જુદા જુદા બન્ને સૂત્રોની રચના કરી છે.
સાર : પૂજ્ય ઉમાસ્વાતિજી આ સૂત્ર દ્વારા કહે છે કે સુખ-દુઃખ-જીવન-મરણ એ ચારેમાં પુદ્ગલોનો ઉપકાર છે. તત્ત્વ દષ્ટિથી વિચારીએ તો સમજી શકાય કે આ વિશ્વમાં કોઈ એક જીવ બીજા જીવને સુખ કે દુઃખ આપવામાં જેમ કર્તા તરીકે કારણ બને છે તેમ પુદ્ગલદ્રવ્ય પણ સુખ કે દુઃખ આપવામાં નિમિત્ત રૂપે કારણ અવશ્ય બને જ છે.
સાતાવેદનીય દ્વારા સુખની અને અસાતાવેદનીય કર્મના ફળરૂપે દુ:ખની અનુભૂતિ જીવ કરે છે. આ બંનેમાં બાહ્ય નિમિત્તો તો પુદ્ગલ જ છે. જીવ જે કંઈ સુખ કે દુઃખ ભોગવે છે તે પોતાના કર્મનું ફળ છે.
વધુ વિચાર કરીએ તો સમજાશે કે એક ને એક વસ્તુ એક જીવ માટે સુખદ હોય તે બીજા જીવ માટે દુઃખદ બને છે. જો શાશ્વત એવા અસીમ સુખની ઇચ્છા હોય તો મોક્ષ જ એક માત્ર ઉપાય છે. મોક્ષની પ્રાપ્તિ પુદ્ગલોથી થતી નથી, પણ પુદ્ગલોને છોડવાથી થાય છે. માટે શક્ય તેટલા પૌદ્ગલિકભાવોથી દૂર જ રહેવું જોઈએ.
સૂત્ર (૫-૨૧) પ્રયોજન : જીવ દ્રવ્યના ઉપકારને જણાવે છે. परस्परोपग्रहो जीवानाम्
૫-૨૬
પરસ્પરોપગ્રહો જીવાનામ્
૫-૨૧
૫-૨૧
પરસ્પર-ઉપગ્રહઃ જીવાનામ્
શબ્દાર્થ : પરસ્પર = જીવાનામ્ = જીવોને.
સૂત્રાર્થ : પરસ્પર સહાય કરવી એ જીવોનો ઉપકાર છે.
એક-બીજાના, ઉપગ્રહ =
નિમિત્ત થવું,