________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૨)
૩૧૩ મૂર્ત દ્રવ્યના સંબંધથી આકારવાળું છે તેથી સુખ-દુઃખ આપે છે. વળી કર્મ પોતે પણ પુદ્ગલ દ્રવ્ય છે, કામણવર્ગણાનું જ કર્મ બને છે માટે કર્મ એ પૌદ્ગલિક પદાર્થ છે.
સાર ઃ જીવ જેને મારું કહે છે તે શરીર ખરેખર પુદ્ગલદ્રવ્ય છે માટે પુદ્ગલનો ઉપકાર છે. આ શરીર, આ ભાષા, આ મન અને શ્વાસોચ્છવાસ સુદ્ધા પુદ્ગલનું જ કાર્ય છે. હવે જો એક શ્વાસોશ્વાસ જેવી ક્રિયા પણ તારી પોતાની ન હોય અને પૌદ્ગલિક હોય તો પછી હે જીવ ! આ જગતમાં તારું છે શું?
વળી જે શરીરની સજાવટ પાછળ તું આટલો પાગલ બને છે, જે ભાષાને માટે આટલો પુરુષાર્થ કરે છે, મન નચાવે તેમ નાચ કરે છે, એ બધી પ્રવૃત્તિ તો પૌદ્ગલિક જ છે તેમાં આત્મિક શું છે? એક અજીવ દ્રવ્ય તારા ઉપર આટ-આટલા ઉપકારો કરે છે તો તેની સહાય લઈ જીવનનો વિકાસ સાધવાને બદલે વિનાશના માર્ગે શા માટે આગળ વધે છે? આ બધું પૌગલિક જ છે તે તું હવે સમજ્યો છે તો તેને દૂર કરી તારા મૂળભૂત આત્મ દ્રવ્યમાં સ્થિર થા. પુદ્ગલની આંગળીએ વળગેલ બાળક જેવું જીવન ક્યાં સુધી જીવીશ?
સૂત્ર (૫-૨૦) પ્રયોજનઃ પુલોના ઉપકાર (કાય)ને જણાવે છે. सुखदुःखजीवितमरणोपग्रहाश्च
પ-૨૦ સુખદુઃખજીવિતમરણોપગ્રહાશ્ચ
પ-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણ-ઉપગ્રહાઃ ચ પ-૨૦ શબ્દાર્થઃ જીવિત = જીવન, ઉપગ્રહ = નિમિત્ત.
સૂત્રાર્થ સુખ, દુઃખ, જીવન અને મરણ પણ પુદ્ગલોનો ઉપકાર છે. (પુગલો તેમાં નિમિત્ત બને છે.)
ભાવાર્થ: (૧) સુખ સુખમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ સુખ એટલે શું? સાતાવેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ ભોજન, વસ્ત્ર, સ્ત્રી દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા. સુખમાં બાહ્ય અને અત્યંતર બે કારણો છે. સાતવેદનીય કર્મનો ઉદય અંતરંગ કારણ છે. ઈષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ બાહ્ય કારણ છે. આ બંને કારણો પુદ્ગલ રૂપ હોવાથી સુખ એ પુદ્ગલનો ઉપકાર છે.
(૨) દુઃખ દુઃખ એટલે અસતાવેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન, વસ્ત્ર