________________
૩૧ ૨ અધ્યાય : ૫, સૂત્ર-૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિખરાઈ જવાથી બીજીવાર દેખાતી નથી, તેમ એકવાર સંભળાયેલા શબ્દો તેના પુદ્ગલો ચારે બાજુ વિખરાઈ જવાથી ફરીથી સંભળાતા નથી.
શંકા ટેપ થયેલા કે રેકોર્ડ થયેલા શબ્દો વારંવાર સાંભળી શકાય છે તેનું શું કારણ છે?
સમાધાનઃ શબ્દરૂપી પુગલોને ટેપ રેકોર્ડરમાં સંસ્કારીત (કેન્દ્રિત) કરાયેલા હોય છે. તેથી આ સંસ્કારીત (કેન્દ્રિત થયેલા) શબ્દોને વારંવાર સાંભળી શકાય છે. જેમ વીજળી થાય ત્યારે જ ફોટો લેવામાં આવેલ હોય તો આપણે તેને વારંવાર જોઈ શકીએ છીએ.
શંકા: ભાષાને તમે પુદ્ગલ દ્રવ્ય કહો છો તો ભાષા પણ શરીરની માફક દેખાવી જોઈએને ?
સમાધાન: ભાષાના પુદ્ગલો અર્થાત્ શબ્દના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખોથી દેખી શકાતા નથી. શબ્દો કેવળ શ્રવણેન્દ્રિયથી જ જાણી શકાય છે.
શંકા : જો શબ્દ પુદ્ગલો આંખો વડે જોઈ શકાતા ન હોય તો તેને અરૂપી માનવામાં વાંધો શું છે?
સમાધાન : ભાષાને - શબ્દપુગલોને અરૂપી માનવામાં કેટલાક દોષો સ્પષ્ટ દેખાય છે જેમ કે, • અરૂપી વસ્તુ રૂપી વસ્તુની મદદથી જાણી ન શકાય જ્યારે શબ્દો શ્રવણેન્દ્રિયની
મદદથી જાણી શકાય છે. • અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણા ન કરી શકે, જ્યારે શબ્દને રૂપી વાયુ પ્રેરણા
કરી શકે છે. તેથી જો વાયુ અનુકૂળ હોય તો શબ્દો દૂરથી પણ સંભળાય છે અને વાયુ પ્રતિકુળ હોય તો નજીકથી પણ શબ્દો સાંભળવામાં મુશ્કેલી પડે છે.
અરૂપી વસ્તુ પકડી ન શકાય. શબ્દો તો રેડીયો, ટેપ વગેરેમાં પકડી શકાય છે. • સર્વજ્ઞ પરમાત્માએ શબ્દોને રૂપી જ કહ્યા છે પછી આપણે તેને અરૂપી માનવા તે જિનવચનમાં શંકા કરવા જેવું છે.
શંકા કામણ શરીરને આકાશની માફક કોઈ આકાર નથી પછી તે પૌદ્ગલિક કઈ રીતે હોઈ શકે ?
સમાધાન : ભલે કાશ્મણ શરીર આકાર રહિત હોય પણ બીજા ઔદારિક આદિ