SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૯ (૨) વાણી અર્થાતુ ભાષા પણ પૌગલિક છે. જીવ જયારે બોલે છે ત્યારે પહેલા આકાશમાં રહેલા ભાષાવર્ગણા સંબંધી (ભાષારૂપે બનાવી શકાય તેવા) પુદ્ગલો ગ્રહણ કરે છે. ત્યાર પછી પ્રયત્નવિશેષથી તે પુગલોને ભાષારૂપે પરિણમાવે છે. અને પુદ્ગલોને બહાર બોલવા સ્વરૂપે છોડે છે. આ ભાષા રૂપે પરિણમેલા યુગલો એટલે જ શબ્દ. ભાષારૂપે પરિણમેલા પુગલોને છોડી દેવા એટલે જ “બોલવું.” ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવાથી અર્થાત્ બોલવાથી એ પુદ્ગલોમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ રીતે શબ્દો કે વાણી, ભાષા વર્ગણાના પુદ્ગલોનું પરિણામ હોવાથી પૌગલિક દ્રવ્ય છે. ભાષાનું જ્ઞાન શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે. ભાષા રસનેન્દ્રિયની સહાયથી પ્રગટ થાય છે અને શ્રવણેન્દ્રિયની સહાયથી જાણી શકાય છે. (૩) મન મન પણ પુદગલના પરિણામ રૂપ હોવાથી પૌદ્ગલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી ગ્રહણ કરેલા પુદ્ગલોને મન રૂપે પરિણમાવે છે. વિચાર કરવામાં સહાયક એવા મન રૂપે પરિણમેલા મનોવર્ગણાના પુગલો એ દ્રવ્યમાન છે. આ રીતે દ્રવ્યમનની ઉત્પત્તિ જ મનોવર્ગણાના પુદ્ગલોમાંથી જ હોવાથી મન નિયમો પૌલિક છે. અન્યથા વિચારના પ્રવાહ વહે જ નહિ. (૪) પ્રાણાપાન (શ્વાસોચ્છવાસ) : જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે. શ્વાસોચ્છવાસરૂપે પરિણમેલા પુદ્ગલોને છોડી દેવા એટલે જ પ્રાણાપાનની ક્રિયા કરવી. આમ શ્વાસોચ્છવાસ પણ પુદ્ગલના પરિણામ રૂપ છે. રૂપી દ્રવ્ય એવા હાથરૂમાલ વડે નાક અને મુખને દાબી દેવામાં આવે ત્યારે શ્વાસોચ્છવાસનો પ્રતિઘાત થાય છે. આ રીતે મૂર્તિ દ્રવ્ય થકી થતો પ્રતિઘાત પણ તેના પૌદ્ગલિકપણાને સિદ્ધ કરે છે. શંકાઃ ભાષાવર્ગણાના પુદ્ગલો વાણીરૂપે પરિણમે છે અને તેનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે તેમ તમે કહો છો તો પછી એકના એક શબ્દો એક વખત સાંભળ્યા પછી ફરી કેમ સંભળાતા નથી ? સમાધાન : કેવી રીતે એક વાર જોયેલી વીજળી તેના પુદ્ગલો ચારે બાજુ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy