________________
૩૧૦ અધ્યાય : ૫, સૂત્ર-૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સાર : ગતિ-સ્થિતિ કે અવગાહ (રહેઠાણ આપવું) તેમાં ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યોનો ઉપકાર છે. આટલી જ વાતનું સ્મરણ કરીએ તો માનકષાય અને લોભકષાય ઉપર ઘણો અંકુશ આવી શકે. જો આકાશ દ્રવ્યની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં અવગાહ આપવાનું કાર્ય આકાશ જ કરે છે. પછી આ મારું ઘર, આ જગ્યા મારી છે, વગેરેમાં આપણે કેટલું મમત્વ કરીએ છીએ. આપણે આપણા આત્માને સંબોધીને એકવાર પૂછીએ, હે જીવ! મારું ઘર, મારી જગા વગેરે રહેવાના કોઈપણ સ્થળ તારા થયા ક્યાંથી? એ તો આકાશ દ્રવ્યનાં જ છે. તને આકાશે જગ્યા આપી છે ખરી માલિકી હક્ક તો આકાશનો જ છે તને તો ઉપચારથી પ્રાપ્ત થયેલ છે. તે અવગાહ આપવાનું કાર્ય ન કરે તો તારી શી હાલત થાય? આ વિશ્વમાં કશું જ તારું નથી. માટે અહંકારનો ત્યાગ કરી ધર્મ પુરુષાર્થ કરવા દ્વારા મોક્ષ માટે પુરુષાર્થ કર.
સૂત્ર (૫-૧૯) પ્રયોજન પુદ્ગલ દ્રવ્યના કાર્ય કે ઉપકારને જણાવે છે. शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम्
५-१९ શરીરવામનઃપ્રાણાપાના પુદ્ગલાનામ્
૫-૧૯ શરીર-વાડુ-મનઃ પ્રાણ-અપાનાઃ પુદ્ગલાનામ્ ૫-૧૯
શબ્દાર્થ : શરીર = પાંચ પ્રકારના શરીર, વાડ઼ = વાણી, મનઃ = મન, પ્રાણાપાના = શ્વાસોચ્છવાસ, પુદ્ગલાનામ્ = પુદ્ગલોનો.
સૂત્રાર્થ : શરીર, વાણી, મન, પ્રાણ (શ્વાસ) અને અપાન (ઉવાસ) એ પુદ્ગલોનો ઉપકાર (કાર્ય) છે.
ભાવાર્થ : ધર્મ, અધર્મ, આકાશનું કાર્ય (ઉપકાર) જણાવ્યા પછી સૂત્રકાર મહર્ષિ પુદ્ગલનો ઉપકાર જણાવે છે.
(૧) શરીર ઃ શરીર પાંચ પ્રકારના છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. આ પાંચેય શરીર પૌગલિક કહ્યા છે કેમકે તે પુગલોના જ બનેલા છે. સંસારી જીવને જે શરીર પ્રાપ્ત થયું છે તેના દ્વારા ખાણી-પીણી-ભોગો વગેરે જે કંઈ કાર્ય કરે છે તેમાં તે પુદ્ગલોનો ઉપકાર છે.