________________
३०८
=
અધ્યાય : ૫, સૂત્ર-૧૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સ્થિર રહેવું, ઉપગ્રહ = નિમિત્ત,
શબ્દાર્થ : ગતિ
ગતિ કરવી, સ્થિતિ
ધર્મ = ધર્માસ્તિકાય, અધર્મ = અધર્માસ્તિકાય, ઉપકાર = ઉપકાર કાર્ય.
=
સૂત્રાર્થ :- ગતિમાં અને સ્થિતિમાં સહાયકતા એ જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર છે.
ભાવાર્થ :- અહીં ઉપગ્રહનો અર્થ નિમિત્ત કારણ છે અને ઉપકારનો અર્થ કાર્ય છે. જીવ અને પુદ્ગલ બંનેનો ગતિ અને સ્થિતિ (સ્થિર) કરવાનો સ્વભાવ છે. ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવાનું છે. અધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાય કરવાનું છે. માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં ગતિ કરવામાં પાણીની અને સ્થિતિ કરવામાં જમીનની અપેક્ષા રહે છે. ચક્ષુમાં જોવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જીવ કે પુદ્ગલમાં ગતિ અને સ્થિતિની શક્તિ હોવા છતાં અનુક્રમે ધર્મ-અધર્મ દ્રવ્યની સહાય લેવી પડે છે. આ રીતે જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ ધર્મ દ્રવ્ય છે અને સ્થિતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ અધર્મ દ્રવ્ય છે. આ બંને દ્રવ્યો ઉદાસિન ભાવે કારણરૂપ છે, પ્રેરક નથી. તેઓ કોઈ દ્રવ્યને ધક્કો મારીને ચલાવતા નથી કે પકડીને સ્થિર કરતા નથી એટલે કે ચાલવાની કે સ્થિર રહેવાની પ્રેરણા કરતા નથી. વળી ધર્મ-અધર્મ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહ્યું છે અનંત પ્રદેશી નથી. જો તે અનંત પ્રદેશોવાળું હોત તો અલોકમાં પણ પુદ્ગલ કે જીવની ગતિ કે સ્થિતિ થઈ શકતી હોત. બંને દ્રવ્યોનું કાર્ય એકમેકના પૂરક જેવું છે. જો ફક્ત ધર્મદ્રવ્ય ને માનશો તો જીવ-પુદ્ગલની ગતિ સદા કાળ ચાલ્યા જ કરશે અને અધર્મદ્રવ્યને જ માનશો તો બધા સ્થિર-પૂતળાઓ જેવા થઈ જશે. માટે બંને દ્રવ્યો સર્વજ્ઞ પરમાત્માના વચનથી ગ્રાહ્ય છે અને તેનું અસ્તિત્વ બુદ્ધિથી પણ ગ્રાહ્ય છે.
શંકા : ધર્મ-અધર્મ દ્રવ્ય, જીવની માફક અસંખ્યાત પ્રદેશોવાળું હોવા છતાં તેને લોકવ્યાપી કઇ રીતે કહ્યા ?
સમાધાન ઃ પાણી માછલીને તરવામાં સહાયક છે. પાણીના અભાવમાં માછલીનું તરવું અસંભવિત છે એ જ રીતે જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ તથા સ્થિતિમાં ધર્મ અને અધર્મ સહાયક થાય છે. કારણ કે જીવ અને પુદ્ગલની સમસ્ત લોકમાં ગતિ અને સ્થિતિ છે, તેથી તેનાં ઉપકારક ધર્મ અને અધર્મ દ્રવ્ય પણ સમસ્ત લોક વ્યાપી છે એમ કહ્યું છે.