________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૭
૩૦૭ એકવાર જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારપછી તેના પ્રદેશોનો સંકોચ કે વિકાસ કદી પણ થતો નથી. તેનું કારણ એ છે કે, સંકોચ કે વિકાસનું કાર્ય કાર્પણ શરીરને લીધે થાય છે.
પ્રશ્નઃ જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિના બાહ્ય કારણ તરીકે આકાશને માનવાથી પણ ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી એ માછલીનો આધાર હોવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે. તેમ આકાશને જ જીવ-પુદ્ગલના આધાર અને ગતિ સ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિદ્ધિ થઈ શકે છે. પછી ધર્મ-અધર્મ દ્રવ્યને માનવાની જરૂર શી ?
સમાધાન : આ પ્રશ્નના ઉત્તરમાં પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જો આકાશ ગતિ-સ્થિતિમાં કારણરૂપ હોય તો અલોકાકાશમાં ગતિ અને સ્થિતિ કેમ થતી નથી ? અલોકાકાશમાં જીવ-
પુલની ગતિ-સ્થિતિ ન હોવાથી આકાશ સિવાય અન્ય કોઈ એવું દ્રવ્ય હોવું જોઈએ કે જે દ્રવ્ય જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિમાં કારણ હોય, તથા જે ગતિમાં કારણ હોય તે સ્થિતિમાં કારણ ન બની શકે. જે સ્થિતિમાં કારણ હોય તે ગતિમાં કારણ ન બની શકે. આથી ગતિ અને સ્થિતિના પણ જુદા જુદા કારણરૂપ બે દ્રવ્યો હોવા જ જોઈએ. આ બે દ્રવ્યો તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય.
સાર : જો તમે દીવાના પ્રકાશની માફક તમારા જીવ દ્રવ્યના પ્રદેશોમાં સંકોચવિકાસ ન ઇચ્છતા હો અને સ્થિરતાની ઇચ્છા રાખતા હો તો મોક્ષ માટે પુરુષાર્થ કરો. મોક્ષે ગયા પછી આત્માને કોઈ અસ્થિરતા રહેતી નથી. સ્થિરતા એ જ જીવની સર્વોચ્ચ વિકાસ અવસ્થા છે. ગતિ અને સ્થિતિમાં સહાયક દ્રવ્યો અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો વિચાર કરીએ તો આ વિશ્વમાં ““હું” કંઈ કરી શકતો નથી એ વાત સમજાઈ જશે. કારણકે જીવ કે પુદ્ગલને ગતિ કે સ્થિતિમાં નિમિત્ત થવાનું કાર્ય તો ધર્મઅધર્મ દ્રવ્ય કરે છે, માટે તે જીવ તું અહંકારનો ત્યાગ કર અને મોક્ષ માટે પુરુષાર્થ કર.
સૂત્ર (૫-૧૭) પ્રયોજન : ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ જણાવે છે. गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः
५-१७ ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ
પ-૧૭ ગતિ-સ્થિતિ-ઉપગ્રહઃ ધર્મ-અધર્મયોઃ ઉપકારઃ ૫-૧૭