________________
૩૦૬ અધ્યાય : ૫, સૂત્ર-૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ પ્રદેશ = જેનો વિભાગ ન થઇ શકે તેવો સૂક્ષ્મ અંશ, સંહાર = સંકોચ, વિસર્ગ = વિસ્તાર, પ્રદીપવત્ = દીવાની જેમ.
સૂત્રાર્થ આત્માના પ્રદેશોનો સંહાર (સંકોચ) અને વિસર્ગ (વિસ્તાર) દીપકના પ્રકાશની જેમ થાય છે.
ભાવાર્થ : આત્માના પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. તેથી જેમ દીપકનો પ્રકાશ નાના રૂમમાં હોય તો નાના રૂમમાં ફેલાય છે અને તે જ દીપકને મોટા રૂમમાં મૂકો તો મોટા રૂમમાં ફેલાય છે. નિગોદનો આત્મા નિગોદના ભવમાં અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહે છે, તે જ જીવ હાથી રૂપે જન્મ પામે તો હાથીની કાયા જેટલો વિસ્તાર પામે છે. બાળક જન્મે ત્યારે શરીર નાનું હોવાથી આત્માની અવગાહના પણ તેટલી જ હોય છે. પરંતુ જ્યારે તે યુવાન બને છે ત્યારે આત્મા પણ કાયાના પ્રમાણમાં તેટલા જ વિસ્તારવાળો બને છે.
શંકા પુદ્ગલ અને જીવ એ બંનેનો સંકોચ અને વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશમાં રહી શકે છે અને જીવ દ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી. જીવ દ્રવ્યનું ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. તેનું કારણ શું?
સમાધાનઃ જીવોના પ્રદેશોનો સંકોચ કે વિકાસ કાર્પણ શરીર અનુસારે થાય છે તેથી કાર્પણ શરીરના સંકોચ જેટલો જ જીવના પ્રદેશોનો સંકોચ-વિકાસ થવાનો છે. અનંતાનંત પુગલના સમૂહરૂપ એવું આ કામણ શરીર ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાત ભાગ ક્ષેત્રને અવગાહે છે. તેનાથી ઓછું અવગાહન ક્ષેત્ર કદી થતું નથી, કેમકે તેથી વધુ તેનો સંકોચ થઈ શકતો જ નથી. પરિણામે જીવદ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યની માફક એક, બે કે સંખ્યાના આકાશ પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકતું નથી.
શંકાઃ સિદ્ધના જીવોને તો કાર્મણ શરીર રહેતું નથી તો પણ તેની અવગાહના પૂર્વના શરીર પ્રમાણ ન થતાં, પૂર્વના શરીરથી ૩ ભાગ કેમ રહે છે ?
સમાધાનઃ જીવને પ્રાપ્ત થયેલ મનુષ્ય શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો માનવામાં આવેલ છે. જીવ મોક્ષે જતાં પહેલા યોગનિરોધ કરે છે ત્યારે આ પોલાણ પુરાઈ જાય છે. તેને લીધે કુલ અવગાહનાનો ભાગ સંકોચાઈ જાય છે. તેથી જ્યારે તે સિદ્ધ થાય છે ત્યારે મૂળ શરીરની ૩ ભાગની જ અવગાહના રહે છે.