SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૬ ૩૦૫ શબ્દાર્થ: અસંખ્યય = અસંખ્યાત, ભાગ આદિપુ = ભાગમાં, જીવાનામ્ = જીવોની. સૂત્રાર્થ : જીવની અવગાહના લોકના અસંખ્યાતમાભાગ આદિમાં (લોકના અસંખ્યાતમા ભાગમાં, લોકના સંખ્યામાં ભાગમાં અને સમસ્ત લોકાકાશમાં) હોય છે. ભાવાર્થ : જીવ દ્રવ્યના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ઓછામાં ઓછા અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકાકાશ છે. કોઈ જીવ અંગુલના એક અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઈ જીવ અંગુલના બે અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કોઈ જીવ ત્રણ અસંખ્યાતમા ભાગમાં રહે છે, અને કોઈ જીવ ક્યારેક સંપૂર્ણ લોકમાં પણ રહે છે. જયારે કેવલીભગવંત કેવલીમુદ્દાત કરે છે ત્યારે તેમના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બને છે. સમુદ્યાત વખતે જ જીવ સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તો પોતાના શરીર પ્રમાણ અવગાહનાવાળા આકાશપ્રદેશોમાં રહે છે. જેમ સમકાળે દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન-ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ તાજું જન્મેલું બાળક જેટલા આકાશ પ્રદેશના ક્ષેત્રમાં રહે છે તેના કરતા તે જ બાળક મોટુ થઈ યુવાન બને ત્યારે ચાર-પાંચ ગણા ક્ષેત્રની અવગાહના કરે છે. શંકા : જીવ કેવલી સમુદ્યાત ક્યારે કરે ? સમાધાન: મોક્ષગમન પૂર્વે આયુષ્યકર્મની સ્થિતિ કરતાં નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણે કર્મોની સ્થિતિ અધિક ભોગવવાની હોય તો, તે ત્રણે કર્મોની સ્થિતિઓને આયુષ્ય કર્મની જેટલી સ્થિતિવાળી બનાવવા માટે તે જીવ કેવલી સમુદ્યાત કરે છે. સૂત્ર (૫-૧૬) પ્રયોજન : જીવનો અવગાહ લોકના ભિન્ન-ભિન્ન ભાગોમાં કઈ રીતે હોય છે? प्रदेश संहार विसर्गाभ्यां प्रदीपवत् ५ - १६ પ્રદેશ સંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવતુ ૫ - ૧૬ પ્રદેશ સંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવત્ ૫ - ૧૬
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy