SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ અધ્યાય : ૫, સૂત્ર-૧૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનંત પ્રદેશોવાળા સ્કંધો એક આકાશ પ્રદેશમાં પણ રહે, બે આકાશ પ્રદેશમાં પણ રહે અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં પણ રહે પરંતુ અનંત આકાશ પ્રદેશોમાં રહેતા નથી. કારણ કે લોકાકાશના કુલ પ્રદેશો જ અસંખ્યાતા છે, પણ અનન્તા નથી. ટૂંકમાં પુદ્ગલ દ્રવ્યનું અવગાહ ક્ષેત્ર ઓછામાં ઓછું એક પ્રદેશ અને વધારેમાં વધારે લોકાકાશ જેટલા અસંખ્યાતા પ્રદેશો છે. જે રીતે એક સ્થાનમાં હજારો દીવાઓનો પ્રકાશ સમાઈ શકે છે. તે રીતે અનંતા પરમાણુ પણ એક જ ક્ષેત્રમાં સમાઇ શકે છે. શંકા અનંત પ્રદેશોવાળા પુગલના સ્કંધો એક આકાશ પ્રદેશમાં શી રીતે રહી શકે? સમાધાનઃ પુગલોનો અત્યંત સૂક્ષ્મ થવાનો સ્વભાવ છે. આકાશનો પુગલોને તેવી રીતે અવગાહ (જગ્યા) આપવાનો સ્વભાવ છે. અનંતપ્રદેશોવાળા અનંત સ્કંધો પણ એક પ્રદેશમાં રહી શકે છે. જેમ કે એક રૂમમાં હજારો દીવાનું તેજ ફેલાયેલું હોય તો તે રૂમના એક એક પ્રદેશમાં તેજના (પ્રકાશના) હજારો પુદ્ગલો રહેલા છે. દૂધથી ભરેલા કપમાં જગ્યા ન હોવા છતાં સાકર નાંખવામાં આવે તો સમાઈ જાય છે. સાર : આપણે આપણી જાતને પ્રશ્ન કરવા જેવો છે કે આપણું શરીર કેટલા પરમાણુના ડંધવાળું છે ? ૫ થી ૬ ફૂટના શરીર માટે આપણે કેટલી જગ્યા રોકીએ છીએ? ત્રણ રૂમ, પાંચ રૂમ, દશ રૂમ... ક્યારેય સંતોષ થાય ખરો ? આપણે પણ આપણા શરીર પ્રમાણ અવગાહ કરવો હોય તો કેટલું ક્ષેત્ર રોકવું જોઈએ ? ભૌતિક નહીં પણ આત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તો આપણી કાયાનો ૩ ભાગ પણ આપણે રોકીએ તે પૂરતું છે કઈ રીતે? સિદ્ધપદને આશ્રયીને સિદ્ધો પોતાની સિદ્ધાવસ્થા પૂર્વેની માનવ કાયાની 3 ભાગ જ જગ્યા સિદ્ધાવસ્થામાં રોકે છે. બસ આ જ ધ્યેયથી મોક્ષની સાધના કરવામાં આવે તો કદી પણ આ શરીરને તેના પુદ્ગલ પ્રદેશ કરતાં વધુ ક્ષેત્ર રોકવું પડશે નહીં. સૂત્ર (પ-૧૫) પ્રયોજન : જીવદ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા જણાવે છે. असंख्येयभागादिषु जीवानाम् ५-१५ અસંખ્યયભાગાદિષ જીવાનામ્ ૫-૧૫ અસંખ્યય ભાગ આદિષુ જીવાનામ્ ૫-૧૫
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy