________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૪
૩૦૩ • જેવી રીતે આત્મા શરીરમાં વ્યાપ્ત છે એ જ રીતે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં અનાદિકાળથી વ્યાપ્ત થઈને રહેલા છે. લોકનો એવો કોઈ પ્રદેશ નથી જ્યાં બન્ને દ્રવ્યો ન હોય.
સાર : ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય જેવા અમૂર્ત દ્રવ્યો દૂધમાં પાણીની જેમ એકમેકમાં ભળીને રહે છે. તો જીવ દ્રવ્ય પણ અમૂર્ત દ્રવ્ય છે અને સિદ્ધશીલા પર અનંતા સિદ્ધો રહેવા છતાં બધા સાથે રહી શકે છે. દીવાની એક જ્યોત હોય કે સો હોય છતાં બધી જ્યોતિનો પ્રકાશ એકમેકમાં સમાવેશ પામે છે. તેમ અનંતા સિદ્ધો સિદ્ધશીલા પર રહ્યા છે. આપણે પણ ભવચક્રમાં વારંવાર પર્યાયો બદલવાનું બંધ કરી ક્યારે સિદ્ધશીલા પર અનંતકાળ માટે સ્થિર થઈશું?
સૂત્ર (પ-૧૪) પ્રયોજન પુગલદ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા જણાવે છે. एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम्
પ-૧૪ એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ ૫-૧૪ એક – પ્રદેશ - આદિપુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ પ-૧૪
શબ્દાર્થ : એક-બે-આદિપુ = એક, બે, ત્રણ...અસંખ્ય પ્રદેશોમાં, ભાજય = વિકલ્પ, પુદ્ગલાનામ્ = પુદ્ગલ દ્રવ્યોની.
સૂત્રાર્થ: લોકાકાશના એક પ્રદેશથી આરંભી અસંખ્ય પ્રદેશોવાળા આકાશક્ષેત્રમાં પુદ્ગલ દ્રવ્ય રહે છે.
ભાવાર્થઃ કોઈ પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશમાં, કોઈ પુદ્ગલ દ્રવ્ય બે પ્રદેશોમાં, કોઈ પુદ્ગલ દ્રવ્ય ત્રણ પ્રદેશોમાં, કોઈ પુદ્ગલ દ્રવ્ય અસંખ્ય પ્રદેશોમાં રહે છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં એક પરમાણુ હોય તો એક પ્રદેશમાં જ રહે, બે પરમાણુઓનો સ્કંધ (યણુક) હોય તો લોકાકાશના એક પ્રદેશમાં કે બે પ્રદેશોમાં રહે છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ (ઢણુક) એક આકાશપ્રદેશમાં, બે આકાશપ્રદેશોમાં કે ત્રણ આકાશ પ્રદેશમાં રહી શકે. તે જ રીતે સંખ્યાત પ્રદેશોવાળા સ્કંધો એક આકાશ પ્રદેશથી વધારેમાં વધારે સંખ્યાત આકાશ પ્રદેશોમાં રહી શકે છે.