SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૩૦૨ અધ્યાય : ૫, સૂત્ર-૧૩ છે. તું જે ભૂમિમાં માલિકીની ભાવના રાખે છે તે ભૂમિ આજે તારી છે, કાલે નહીં હોય અને ગઈકાલે જે તારી હતી તેને તું આજે જાણતો પણ નથી. જન્મ જન્માન્તરથી આ સમગ્ર લોકમાં તું ભટકેલો છે તો પણ હજી પુદ્ગલનો આટલો રાગ કેમ રાખે છે ? હવે એટલું જ વિચાર કે લોકમાં તારે કોઈ ક્ષેત્રની સ્પર્શના બાકી નથી અને અલોકમાં તારું ગમન શક્ય નથી. માટે આ ગતિ ક્રિયાનો નિરોધ કરી શાશ્વત એવી સિધ્ધશીલા પર સ્થિર થઈ જા. સૂત્ર (૫-૧૩) પ્રયોજન : ધર્મ અને અધર્મ લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે જણાવે છે. धर्माधर्मयोः कृत्स्ने ધર્માધર્મયોઃ કૃત્સ્ન ધર્મ - અધર્મયોઃ કૃત્સ્ન શબ્દાર્થ : ધર્મ-અધર્મયોઃ = ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, કૃત્સ્ન = સંપૂર્ણ. સૂત્રાર્થ : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ (લોકાકાશમાં રહેલા છે અર્થાત્ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે) ५-१३ ૫-૧૩ ૫-૧૩ ભાવાર્થ : ધર્મ-અધર્મ-જીવ અને પુદ્ગલ આ ચારદ્રવ્યો લોકમાં જ માત્ર છે. અલોકમાં નથી એમ ઉપરના ૧૨ મા સૂત્રમાં સમજાવ્યું. પરંતુ લોકમાં પણ સમસ્ત લોકમાં છે કે લોકના એક ભાગમાં ? તે વાત અહીં સ્પષ્ટ કરી છે. • ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. • સમગ્ર લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં ધર્મ કે અધર્મ દ્રવ્ય રહેલું ન હોય. • આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ ત્રણેના પ્રદેશો સંપૂર્ણપણે સરખા છે અને સરખા જ રહે છે. • લોકમાં આ બંને દ્રવ્યો દૂધમાં પાણીની જેમ સંપૂર્ણ વ્યાપ્ત હોવાથી જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના છે તેટલા જ પ્રદેશો અધર્માસ્તિકાયના છે અને તેટલા જ પ્રદેશો લોકાકાશના છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy