________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૧૨
૩૦૧ સૂત્ર (પ-૧૨) પ્રયોજનઃ ધર્મ-અધર્મ, જીવ અને પુદ્ગલના આધાર ક્ષેત્રને જણાવે છે.
लोकाकाशे अवगाहः ५-१२ લોકાકાશે અવગાહઃ ૫-૧૨
લોકાકાશે અવગાહઃ ૫-૧૨ શબ્દાર્થ : લોકાકાશે = લોકાકાશમાં, અવગાહઃ = સ્થિતિ. સૂત્રાર્થ:- (ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો) લોકાકાશમાં રહેલા છે.
ભાવાર્થ - લોકાકાશ એટલે લોક જેટલો જ આકાશ છે તે. સમગ્ર આકાશ એક અખંડ દ્રવ્ય જ છે પરંતુ અવગાહન ક્ષેત્રની અપેક્ષાએ તેના બે ભાગ કર્યા છે (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ.
જેટલા આકાશમાં ધર્મ આદિ દ્રવ્યો રહેલા છે તેટલા આકાશને લોકાકાશ કહેવાય છે, બાકીના આકાશને અલોકાકાશ કહેવાય છે. અલોકાકાશ પણ જગ્યા આપવાના સ્વભાવવાળું છે છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોની હાજરી ન હોવાથી જીવો કે પુલો ત્યાં ગતિ કે સ્થિતિ કરી શકતા નથી. અર્થાત્ ત્યાં રહી શકતા નથી અને ગમન પણ કરી શકતા નથી.
- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણલોકમાં રહેલા છે. પુગલ અને જીવ બંને દ્રવ્યો સક્રિય અને ગતિશીલ છે તેથી તેની સ્થિતિ લોકાકાશમાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં પણ થાય છે અને લોકાકાશમાં ક્યારેક એક સ્થાને અને ક્યારેક બીજા સ્થાને પણ હોઈ શકે છે.
શંકા જો ધર્માદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેતા હોય તો લોકાકાશ અથવા સમગ્ર આકાશ કોના આધારે રહે છે ?
સમાધાન : આકાશ દ્રવ્યનો કોઈ આધાર નથી કેમ કે તે સ્વપ્રતિષ્ઠિત છે. આકાશથી મોટા પરિમાણવાળુ અથવા એની બરાબર પરિમાણવાળું બીજું કોઈ દ્રવ્ય નથી.
સાર: આપણે મનમાં વિચાર કરીએ કે હે જીવ ! આ લોકની એવી કોઈ ભૂમિ કે ક્ષેત્ર નથી જ્યાં તે વસવાટ ન કર્યો હોય. છતાં પણ હજી એ જ ભૂમિનું મમત્વ રાખે