________________
૩૦૦
અધ્યાય : ૫, સૂત્ર-૧૧
સૂત્ર (પ-૧૧) પ્રયોજન ઃ પરમાણુમાં પ્રદેશોનો અભાવ જણાવે છે.
નાળો:
-
નાણોઃ
૫-૧૧
ન અણોઃ ૫-૧૧
નથી, અણોઃ = અણુને (પરમાણુને)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શબ્દાર્થ : ન =
સૂત્રાર્થ : પરમાણુને પ્રદેશો હોતા નથી.
ભાવાર્થ : પરમાણુ એટલે પરમ અણુ. પરમાણુ એટલે પુદ્ગલનો એવો સુક્ષ્મ અવિભાજ્ય અંશ કે જેનું હવે પછી વિભાજન થઈ શકે નહીં અને જે પુદ્ગલના સ્કંધથી છૂટો પડેલો હોય, અથવા સ્વતંત્રપણે પ્રથમથી જ હોય.
પરમાણુ સ્વયં પ્રદેશરૂપ જ છે. તેના પ્રદેશો સંભવતા જ નથી. જો તેને પણ પ્રદેશો હોય છે તેમ માનીએ તો પરમાણુને પ્રદેશો હોવાથી સ્કંધ જ માનવો પડે. માટે પરમાણુને પ્રદેશો હોતા નથી. પરંતુ પરમાણુ અને પ્રદેશ સમાન જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે પ્રદેશ સ્કંધની સાથે જોડાયેલો હોય છે. અને પરમાણુ સ્કંધથી છૂટો પડેલો હોય છે.
શંકા : આજનું વિજ્ઞાન જેને ૫૨માણુ માને છે તે શું છે ?
સમાધાન ઃ આજનું વિજ્ઞાન જેને અણુ કે પરમાણુ તરીકે ઓળખાવે છે તે વાસ્તવમાં કોઈ અણુ છે જ નહીં. પરંતુ અસંખ્ય પ્રદેશોવાળો કે અનંત પ્રદેશોવાળો એક સ્કંધ જ છે.
શંકા :- આ પરમાણુ છે તે કેવી રીતે નક્કી થાય ?
સમાધાન :- આ પરમાણુ આંખો વડે કદી દેખી શકાતો નથી, યંત્રોની મદદથી પણ કદાપી નક્કી ન થઈ શકે. ફક્ત વિશિષ્ટ જ્ઞાનના બળે જ તેને જાણી શકાય છે. કેવલી ભગવંત પોતાની જ્ઞાન શક્તિના બળે પણ તેના બે ભાગ કરી શકતા નથી.
:
સાર ઃ- રૂપી કે મૂર્ત ગણાતા પુગલ માટેપણ જો જ્ઞાનચક્ષુની જરૂર પડતી હોય તો અમૂર્ત કે અરૂપી દ્રવ્યો તો જ્ઞાન ચક્ષુ વિના કઈ રીતે ઓળખી શકાય ? જ્ઞાન ચક્ષુને ઉઘાડવાનો પુરુષાર્થ કરવા માટે સમ્યક્ જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ સમ્યજ્ઞાન નિયમા મોક્ષે લઈ જવાનું છે.