________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૧૦
૨૯૭
શંકા : તમે કહ્યું કે અલોકાકાશમાં લોકાકાશ આવી જાય છે તે કેવી રીતે ? લોકાકાશ સમાપ્ત થાય પછી જ અલોકાકાશ આવે ને ?
સમાધાન : તમારી સમજફેર થઈ લાગે છે. લોકાકાશ સમગ્ર ૧૪ રાજલોકમાં જ વ્યાપ્ત છે, એમ સમજો કે ૧૪ રાજલોકનું એક પુતળુ આકાશમાં કોઈ આધાર વિના લટકેલું છે. આ ૧૪ રાજલોકના પુતળાની ઉપર-નીચે-આજુ-બાજુ બધે જ અલોકાકાશ છે. એટલે કહ્યું કે અલોકાકાશની બરાબર વચ્ચે લોકાકાશ આવી જાય છે. આકાશરૂપે આ એક અખંડ દ્રવ્ય છે.
સાર : સર્વજ્ઞ કેવળી ભગવંતને ક્ષાયિકજ્ઞાન છે જે અનન્તાનન્ત છે. આ જ્ઞાનના બળે તેઓ અનન્ત પદાર્થને કે પદાર્થની અનન્તતાને જાણવા સમર્થ છે. જેમ સમુદ્ર કિનારે બેઠેલો માણસ સમુદ્રથી એક એક ચમચી પાણી બહાર કાઢતો જાય ત્યારે કોઈને એમ લાગે કે પેલો માણસ ક્યાંક આખો સમુદ્ર ખાલી કરી નાખશે તો આ વાત જેટલી હાસ્યાસ્પદ લાગે તેટલું જ અનન્ત સંખ્યામાં અનન્તની કલ્પના કરવી તે હાસ્યાસ્પદ અને સર્વજ્ઞના વચન પર અશ્રદ્ધા કરવા જેવી વાત છે.
આ રીતે આકાશદ્રવ્યને પણ અનંત માનવું તે જ સમ્યક્ શ્રદ્ધા કે સમ્યક્ જ્ઞાન છે. વળી આપણે ઉપર જોઈને જે આકાશ માનીએ છીએ તે ખરેખર આકાશ નથી. આકાશ તો સર્વ વ્યાપી છે. આપણે તો ફક્ત લોકાકાશને જાણીએ છીએ કે જે અસંખ્યાત પ્રદેશી છે. અલોકાકાશ કે જે અનંતપ્રદેશી છે ત્યાં તો જીવ કે પુદ્ગલ ક્યારેય જવાના જ નથી. ફક્ત તેમાં સમ્યગ્ શ્રદ્ધા કરવી તે જ મહત્ત્વનું છે.
સૂત્ર (૫-૧૦) પ્રયોજન ઃ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોનું પરિમાણ કહે છે.
संख्येयासंख्येयाश्च पुद्गलानाम्
५-१०
સંખ્યયાસંધ્યેયાશ્ચ પુદ્ગલાનામ્
૫-૧૦
સંધ્યેય-અસંખ્યેયાઃ ચ પુદ્ગલાનામ્ ૫-૧૦
શબ્દાર્થ : સંધ્યેય = સંખ્યાત, અસંખ્યેયાઃ = અસંખ્યાત, ચ = અનંતા, પુદ્ગલાનામ્ = પુદ્ગલોના.