________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૮
સૂત્ર (૫-૮) પ્રયોજન ઃ પ્રત્યેક જીવના પ્રદેશોનું પરિમાણ જણાવે છે.
जीवस्य च
-૮
જીવસ્ય ચ
૫-૮
જીવસ્ય ચ
૫-૮
શબ્દાર્થ : જીવસ્ય = પ્રત્યેક જીવના.
સૂત્રાર્થ : (પ્રત્યેક) જીવના પણ (અસંખ્યાતા પ્રદેશો છે.)
ભાવાર્થ : જીવો અનંત છે પણ પ્રત્યેક જીવના પ્રદેશો અસંખ્યાત છે.
૨૯૫
પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો સમાન છે એટલે કે એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલા જ બીજા જીવના અસંખ્યાત પ્રદેશો છે અને તેટલા જ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. કોઈપણ જીવના અસંખ્યાત પ્રદેશો એક બીજાથી ઓછા પણ નથી અને વધારે પણ નથી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને લોકાકાશના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલા જ પરિમાણમાં જીવના અસંખ્યાત પ્રદેશો છે.
દાખલા તરીકે કીડીનો જીવ મૃત્યુ પામીને હાથીમાં જાય તો કીડીના જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો હતા તેટલા જ અસંખ્યાતા પ્રદેશો હાથીના જીવના પણ હોય છે.
શંકા : શું પ્રદેશ અને આત્મપ્રદેશ પર્યાયવાચી છે ?
સમાધાન : પ્રદેશ અને આત્મપ્રદેશ પર્યાયવાચી ખરા પણ અજીવ દ્રવ્ય માટે ‘‘પ્રદેશ’” શબ્દ વપરાય અને ‘જીવ” દ્રવ્ય માટે ‘‘આત્મ પ્રદેશ” શબ્દ વપરાય.
શંકા : જીવના અસંખ્યાત પ્રદેશો સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત થાય ?
સમાધાન : હા, કેવલીસમુદ્દાત વખતે જીવ પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોને ઊર્ધ્વ-અધો-અને તીર્છા એમ બધી બાજુ ફેલાવે છે. એ રીતે સમગ્ર લોકાકાશમાં આત્મપ્રદેશો ફેલાય છે. કેવિલ સમુદ્દાતમાં ચોથા સમયે આત્મા લોકવ્યાપી થાય છે.
સાર ઃ આ સૂત્ર દ્વારા પ્રત્યેક જીવમાં રહેલી સમાનતાની પ્રતીતિ થાય છે. જીવમાં