________________
૨૯૪ અધ્યાય : ૫, સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ગમનાગમનનું કાર્ય કરતા નથી. તેવી રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય પોતપોતાની ગતિ સહાયકતા, સ્થિતિ સહાયકતા અને અવગાહ (જગ્યા) સહાયકતાની ક્રિયા કરે છે પણ પોતે સ્વયં ગમનાગમન કરતા નથી માટે નિષ્ક્રિય છે.
સાર : ઉપરના ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે તે બતાવે છે કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો સક્રિય છે. જીવ સિદ્ધ બને ત્યારે એક સમયમાં સાત રાજલોક પાર કરીને સિદ્ધશીલા પર બિરાજમાન થાય છે. આ સમજયા પછી પ્રત્યેક જીવે કરવા લાયક પુરુષાર્થ આ એક જ છે. જો જીવની ગતિ થવાની જ છે તો શા માટે મોક્ષ તરફ ગતિ ન કરવી. આખરે તો ધર્માદિ ત્રણ દ્રવ્યોની જેમ ગતિ રહિતતાને પ્રાપ્ત કરવી એ જ જીવનું લક્ષ હોવું જોઈએ.
સૂત્ર (૫-૭) પ્રયોજનઃ ધર્મ-અધર્મ દ્રવ્યોમાં પ્રદેશોનું પરિમાણ જણાવે છે.
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ५-७ અસંખ્યયા પ્રદેશા ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશા ધર્મ-અધર્મયોઃ પ-૭
શબ્દાર્થ અસંખ્યયાઃ = અસંખ્યાતા, પ્રદેશા = પ્રદેશો (નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ), ધર્મ = ધર્મદ્રવ્ય, અધર્મ = અધર્મદ્રવ્ય.
સૂત્રાર્થ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે.
ભાવાર્થ : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમસ્ત લોકવ્યાપી છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જેના કેવળી ભગવાનના જ્ઞાનથી પણ બે ભાગ ન થાય તે પ્રદેશ કહેવાય છે. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્યનો એકપણ પ્રદેશ કદાપિ છૂટો પડ્યો નથી, છૂટો પડતો નથી અને છૂટો પડશે પણ નહિ. માત્ર પુલાસ્તિકાયમાંથી જ પ્રદેશો છૂટા પડે છે. તેથી તેમાં જ પરમાણુ નામનો ચોથો ભેદ સંભવે છે.
એક પરમાણુને રહેવાનો સૌથી સૂક્ષ્મ જેટલો અવકાશ તેટલો એક પ્રદેશ હોય છે. આવા અસંખ્યાત પ્રદેશ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યના કહ્યા છે.