________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૫, સૂત્ર-૫-૬
૨૯૩ સૂત્ર (પ-૫) પ્રયોજનઃ આકાશ સુધીના દ્રવ્યોનું એક-એકપણું જણાવે છે. आऽऽकाशादेकद्रव्याणि ५-५ આડડકશાદેકદ્રવ્યાણિ ૫-૫ આ આકાશાત્ એક દ્રવ્યાણિ પ-૫
શબ્દાર્થ: આ = સુધીના, આકાશાત્ = આકાશ સુધીના (ધર્મ-અધર્મ-આકાશ), દ્રવ્યાણિ = દ્રવ્યો.
સૂત્રાર્થ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને) આકાશાસ્તિકાય સુધીના આ ત્રણ દ્રવ્યો એક એક છે.
ભાવાર્થઃ ઉપરના ત્રણ દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્ય એકથી અધિક નથી. જુદા જુદા જીવોની અપેક્ષાએ જીવો અનંત છે તે જ પ્રમાણે પુગલ દ્રવ્ય પણ અનંત છે.
સૂત્ર (૫-૬) પ્રયોજનઃ આકાશ સુધીના દ્રવ્યોની નિષ્ક્રિયતા જણાવે છે.
निष्क्रियाणि च ५-६ નિષ્ક્રિયાણિ ચ પ-૬ નિષ્ક્રિયાણિ ચ ૫-૬
શબ્દાર્થ : નિષ્ક્રિયાણિ = ક્રિયારહિત
સૂત્રાર્થ [આકાશાસ્તિકાય સુધીના ત્રણેય દ્રવ્યો] નિષ્ક્રિય એટલે કે ક્રિયારહિત છે.
ભાવાર્થ: આ સૂત્રમાં કહે છે કે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો ગતિરૂપ ક્રિયા (ગમનાગમન) કરતા નથી. જેમ પુદ્ગલ અને જીવ એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન કરે છે તેવી ક્રિયા આ ત્રણ દ્રવ્યોમાં નથી. પરંતુ પોતપોતાના ગુણોમાં અને પર્યાયોમાં વર્તવાનું કામ તો સર્વે દ્રવ્યો કરે જ છે.
મોક્ષમાં ગયેલા જીવો પણ જ્ઞાન ઉપયોગમાં વર્તવારૂપ કાર્ય કરે જ છે, પણ