________________
૨૯૨ અધ્યાય : ૫, સૂત્ર-૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૪-૧) પ્રયોજન રૂપી દ્રવ્ય જણાવે છે. रूपिणः पुद्गलाः ५-४ રૂપિણઃ પુદ્ગલા ૫-૪ રૂપિણઃ પુદ્ગલાઃ ૫-૪ સૂત્રાર્થઃ પુદ્ગલો રૂપી છે.
ભાવાર્થ : પાંચ દ્રવ્યોમાં ફક્ત પુદ્ગલ નામનું એક જ દ્રવ્ય રૂપી છે. જ્યાં રૂપ હોય છે ત્યાં રસ, ગંધ, વર્ણ, સ્પર્શ વગેરે ગુણો હોય જ છે.
નિશ્ચય નયથી કહેવાય છે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સહિત જે દ્રવ્ય તે રૂપી અને વર્ણાદિ રહિત જે દ્રવ્ય તે અરૂપી. વ્યવહારનયથી કહેવાય છે કે ચક્ષુથી દેખાય તે રૂપી અને ચક્ષુથી ન દેખાય તે અરૂપી.
સૂત્ર પ-૩ અને પ-૪ નો સાર :
સૂત્ર ૫-૩ માં પાંચ દ્રવ્યોની ત્રણ મુખ્ય વિશેષતા, નિત્યતા - સ્થિરતા - અરૂપીતા કરી. દ્રવ્યો નિત્ય છે એટલે આ જગત કોઈનું બનાવેલું નથી અને જીવો કોઈના ઉત્પન્ન કરેલા નથી. દ્રવ્ય અપેક્ષાએ બધુ નિત્ય છે. સ્થિર છે, જે પરિવર્તન થાય છે તે પર્યાયોનું થાય છે એ શ્રદ્ધા મજબૂત થશે.
સૂત્ર ૫-૪ માં પુદ્ગલ રૂપી છે તેમ કહ્યું તે ઉપરથી કહી શકાય કે આ જગતમાં જે કંઈ દેખાય છે તે તમામ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના વિકારો છે. જીવને જો મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા હોય તો તેને મૂર્તિ નહિ પણ અમૂર્ત તત્ત્વની સાધના કરવી પડશે. અર્થાત્ જે નજરે દેખાય છે તે તમામ વસ્તુ કે પદાર્થમાંથી ઈન્દ્રિયોને ખેંચીને પાછી વાળીશું તો જ ન દેખાતા એવા પરમપદની (શુદ્ધ જીવ દ્રવ્યની) પ્રાપ્તિ કરી શકાશે.