________________
૨૯૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૧ જડ સ્વરૂપ ન બને. એવી રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક એક આકાશ પ્રદેશમાં સાથે જ રહે છે, તો પણ ક્યારેય ધર્માસ્તિકાય તે અધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે ધમસ્તિકાય બનતો નથી, પણ પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહે છે તેને અવસ્થિતદ્રવ્ય કહેવાય છે. દ્રવ્યોની સંખ્યા કાયમ તેટલી જ (પાંચ) રહે છે. ક્યારેય ઓછી ન થાય કે વધે નહિ. આત્મદ્રવ્ય પણ નવું ઉત્પન્ન થતું નથી. માત્ર પર્યાય બદલાય છે. વિજ્ઞાન અને એનર્જી કહે છે, જેનો કદી નાશ થતો નથી, ફક્ત રૂપાંતર થયા કરે છે.
અરૂપીઃ રૂપનો અભાવ તે અરૂપી. પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્યો અરૂપી છે. આ ચાર દ્રવ્યો રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોથી રહિત છે. માત્ર કેવળજ્ઞાની (સિદ્ધ ગતિ પામેલા અને પૃથ્વી પર વિચરતા એમ બંને પ્રકારના કેવળી ભગવંતો) જ એ ચાર દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે છે. આ ચાર દ્રવ્યો ઇન્દ્રિયગોચર થતાં નથી.
શંકા : નિયત્વ અને અવસ્થિતના અર્થમાં શું તફાવત છે?
સમાધાન : પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરવો તે નિત્યત્વ. જીવતત્ત્વ પોતાના દ્રવ્યાત્મક સામાન્ય સ્વરૂપને અને ચેતનાત્મક વિશેષ રૂપને ક્યારે પણ છોડતું નથી. એ તેનું નિયત્વ છે.
અવસ્થિત એટલે પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે. જેમ જીવતત્ત્વ પોતાના સ્વરૂપને છોડ્યા વિના પણ તે અજીવ તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી, તે તેનું અવસ્થિતત્ત્વ છે.
નિત્યત્વના કથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતના કથનથી પરસ્પર મિશ્રણનો અભાવ સૂચિત થાય છે.
શંકા એક મનુષ્ય બીજા મનુષ્યને જોઈ શકે છે. તો શું મનુષ્ય એ જીવ નથી?
સમાધાનઃ મનુષ્ય જીવ છે જ તેમાં કોઈ શંકા નથી. પરંતુ અહીં સમજવાનું એ છે કે જીવ પોતે દ્રવ્ય છે અને મનુષ્યપણું તેનો પર્યાય એટલે કે અવસ્થા છે. સામે દેખાય છે તે જીવ નથી પણ શરીર છે જે પુગલોનું બનેલું છે.