________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૩
સાર ઃ પ્રત્યેક જીવ એક દ્રવ્ય છે. જીવને અજીવનો પર્યાય કે અજીવના ગુણો પ્રાપ્ત થતા નથી. શરીર એ પુદ્ગલનો પર્યાય છે જેને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. તેથી તે જીવનો પર્યાય તો છે જ નહિ, જીવ અલગ દ્રવ્ય છે અને પુદ્ગલ અલગ દ્રવ્ય છે.
૨૯૦
જેમ ઘીનો ઘડો એ શબ્દો બોલીએ ત્યારે ઘડો તો માટીનો જ હોય છે પણ ઘી જેમાં આધેયરૂપે રહેલું છે તે ઘડો એમ સમજવાનું છે તેમ અહીં શરીર એ જીવનો આધાર પામીને રહેલું છે, પણ જીવ પોતે શરીર નથી. જીવને જો આ સત્ય સમજાશે તો દેહ પરના મમત્વનો ત્યાગ કરી જીવમાંથી શિવ બનવા તરફ યાત્રા કરી શકશે.
:
સૂત્ર (૫-૩) પ્રયોજન ઃ આ પાંચ દ્રવ્યો નિત્ય છે કે અનિત્ય, મૂર્ત છે કે અમૂર્ત, સ્થિર છે કે અસ્થિર તે જણાવે છે.
૧-૨
नित्यावस्थितान्यरूपाणि નિત્યાવસ્થિતાન્યરૂપાણિ નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ૫-૩
૫-૩
શબ્દાર્થ : નિત્ય = નિત્ય, અવસ્થિતાનિ
સ્થિર હોવું, અરૂપી = અમૂર્ત. સૂત્રાર્થ : (ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો) નિત્ય છે અને અવસ્થિત (સ્થિર) છે. તથા (પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્યો) અરૂપી છે.
ભાવાર્થ : આ સૂત્રમાં આવતા ત્રણ શબ્દોનો અર્થ સમજી લઈએ.
=
નિત્ય : જે દ્રવ્યોની આદિ નથી અને અંત પણ નથી. ઉપરાંત જેના અસ્તિત્ત્વનો વિનાશ થતો નથી જે સદા કાળ જગતમાં છે જ. તે નિત્ય કહેવાય છે.
અવસ્થિત : આ પાંચેય દ્રવ્યો અવસ્થિત છે. એટલે કે બીજા દ્રવ્યોની સાથે એક મેક થઈને રહે છે. છતાં પણ તે બીજા દ્રવ્યરૂપે બની જતા નથી. પોતાના સ્વરૂપમાં સ્થિર છે તે અવસ્થિત. જીવમાં જડના ગુણનું કે જડમાં જીવના ગુણનું સંક્રમણ (પરિવર્તન) થતું નથી. પોતાના પર્યાયમાં રૂપાંતર થાય પણ અન્ય દ્રવ્યરૂપે બની જતાં નથી. દાખલા તરીકે દેવલોકમાંથી જીવ મૃત્યુપામીને મનુષ્યના પર્યાયમાં જીવ તરીકે જન્મી શકે છે, પણ ક્યારેય