________________
૨૮૮ અધ્યાય : ૫, સૂત્ર-૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ટૂકડા થયા છે તેવી કલ્પના કરો. આમ એકમાંથી બે લાડવા થયા. હવે છૂટા પડેલા લાડવાને જેમાંથી છૂટો પડ્યો છે તે વસ્તુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો દેશ કહેવાય. કારણ કે જે વસ્તુમાંથી તે છૂટો પડ્યો છે તે વસ્તુનો એક ભાગ છે. હવે છૂટા પડેલા લાડવાને મૂળ વસ્તુની અપેક્ષા વિના સ્વતંત્ર વસ્તુ માનવામાં આવે તો સ્કંધ કહેવાય.
- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ છે. આ ચાર દ્રવ્યોનો એક પણ પ્રદેશ કોઈ કાળે છૂટો પડ્યો નથી, છૂટો પડતો નથી અને છૂટો પડશે પણ નહિ. પુદ્ગલાસ્તિકાયમાં જ વિભાગ છૂટો પડે છે. એટલે પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર વિભાગ હોય છે.
શંકા : અજીવતત્ત્વના કુલ કેટલા ભેદો છે ? સમાધાનઃ અજીવતત્ત્વના કુલ ૧૩ ભેદો છે. ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ-૩ ભેદ અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ - ૩ ભેદ આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ - ૩ ભેદ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ - ૪ ભેદ આમ બધા મળીને કુલ તેર (૧૩) ભેદો અજીવતત્ત્વના થાય છે.
શંકા નવતત્ત્વ ગ્રંથમાં અજીવકાયના ૧૪ ભેદો જણાવ્યા છે. જ્યારે અહીં ૧૩ ભેદો જણાવ્યા તેનું શું કારણ?
સમાધાનઃ નવતત્ત્વ ગ્રંથમાં “કાળ” ની દ્રવ્યમાં ગણતરી કરવામાં આવી છે. આથી કાળ સહિત અજીવકાયના ૧૪ ભેદો થાય છે. પરંતુ ગ્રંથકારે અહીં “કાળ” ને દ્રવ્ય તરીકે ગણ્યો નથી. આ અધ્યાયના ૩૮મા સૂત્રમમાં ગ્રંથકારશ્રી આ વાત વિસ્તારથી સમજાવશે.
જો કાળની ગણત્રી દ્રવ્ય તરીકે ગણીએ તો અજીવ દ્રવ્યો પાંચ થાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ.
જીવ અને અજીવ બંનેનો સાથે વિચાર કરીએ તો જૈન દર્શનમાં પદ્રવ્ય અથવા છ દ્રવ્યો ગણાવ્યા છે.