________________
૨૮૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૧ સમાધાનઃ અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચારે દ્રવ્યો પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે.
શંકા : પ્રદેશ એટલે શું?
સમાધાનઃ પ્રદેશને સમજવા માટે સ્કન્ધ, દેશ, પ્રદેશ એ ત્રણેયને ક્રમશઃ સમજવા પડશે.
સ્કંધ એટલે વસ્તુનો આખો ભાગ અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ.
દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય વિભાગ થઈ શકે છે. (ચાલુ ભાગથી નાના ભાગ પણ થાય.) તે દેશ કહેવાય છે.
પ્રદેશ એટલે વસ્તુ સાથે જોડાયેલો વસ્તુનો નિર્વિભાજ્ય એક ભાગ. નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દૃષ્ટિથી પણ બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ અંશ. આ અંતિમ સૂક્ષ્મ અંશને પ્રદેશ પણ કહેવાય છે અને પરમાણુ પણ કહેવાય છે. એક પરમાણુ દ્વારા જેટલું સ્થાન રોકાય તે પ્રદેશ.
શંકા : પ્રદેશ અને પરમાણુમાં શું તફાવત છે? સમાધાન : પ્રદેશની વ્યાખ્યામાં બે શરતો મૂકી છે.
(૧) આ એક નિર્વિભાજ્ય ભાગ હોવો જોઈએ. અર્થાત કેવળી ભગવંત પણ એ સૂક્ષ્મ અંશના બે વિભાગ કલ્પી ન શકે તેવો નાનામાં નાનો ભાગ તે પ્રદેશ.
(૨) આ ભાગ સ્કંધ સાથે (વસ્તુ સાથે) જોડાયેલો હોવો જોઈએ.
આ સૂક્ષ્મ અંશ જો સ્કંધથી છૂટો પડેલો હોય તો પરમાણુ કહેવાય છે. આમ પ્રદેશ જ છૂટો પડીને પરમાણુનું નામ ધારણ કરે છે. આ પરમાણુ ચક્ષુથી અગોચર (જોઈ ન શકાય) તેવો હોય છે. હાલ જે નાનામાં નાનો હવામાં ઉડતો કણ દેખાય છે તે કણ અનંત પરમાણુઓનો પીંડ છે.
શંકા : દેશ અને પ્રદેશમાં શું ફેર છે?
સમાધાનઃ દેશ અને પ્રદેશ બંને સ્કંધ સાથે જોડાયેલા હોય ત્યારે જ કહેવાય છે. જો છૂટા પડે તો દેશને સ્કંધ કહેવાય અને પ્રદેશને પરમાણુ કહેવાય. એક ઉદાહરણથી સમજીએ. એક ચૂરમાનો લાડવો છે. આ લાડવાને સ્કંધ કહેવાય. હવે એ લાડવાના બે