________________
અધ્યાય : ૫
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને નયો ઉપર ચર્ચા કરી. બીજા અધ્યાયમાં જીવનું સ્વરૂપ સમજાવ્યું. ત્રીજા અધ્યાયમાં મનુષ્યલોક નારકી અને તિર્યંચ જગતની ચર્ચા થઈ. ચોથા અધ્યાયમાં દેવલોકની વાતો કરી.
આમ પ્રથમ ચાર અધ્યાયમાં સૂત્રકાર ભગવંત પૂજ્ય ઉમાસ્વાતિજીએ જીવની ચારેય ગતિ (મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવ) વિસ્તારપૂર્વક સમજાવી. હવે પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વનું વિસ્તારથી વર્ણન કરે છે.
સૂત્ર (૫-૧) પ્રયોજન : અજીવ તત્ત્વના મુખ્ય ભેદો બતાવે છે. अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः
૬-૨
૫-૧
૫-૧
અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ અજીવકાયા ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાઃ
શબ્દાર્થ : ધર્મ = ધર્માસ્તિકાય,
અધર્મ = અધર્માસ્તિકાય, આકાશ = આકાશાસ્તિકાય પુદ્ગલ પુદ્ગલાસ્તિકાય.
સૂત્રાર્થ : ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર (દ્રવ્યો) અજીવકાય છે.
ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય
•
એ ચાર અજીવ દ્રવ્યો છે. અ-જીવ એટલે જે જીવ નથી તે અજીવ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેથી ઉપયોગ ન હોવો તે અજીવનું લક્ષણ છે. અજીવ એટલે ચૈતન્યશક્તિનો
અભાવ.
-
શંકા ઃ અસ્તિકાય એટલે શું ?