________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
અધ્યાય - ૪ : પ્રશ્નપત્રો
૨૭૯
બાર (૧૨) વૈમાનિક દેવલોકમાં સૌથી વધુ આત્મીય આનંદ પહેલાબીજા દેવલોકમાં હોય છે.
અપરિગ્રહીતા દેવીઓ ત્રણથી બાર દેવલોકના દેવોની કામવાસના સંતોષે છે.
નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર દેવલોકના દેવોમાં કામવાસનાના અભાવે, આનંદનો પણ અભાવ છે.
સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારા આવેલા છે અને ૯૦૦ યોજન ઊંચે શનિગ્રહ છે.
જ્યોતિષ્ક દેવ સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન પછી શરૂ થાય અને ૯૯૦ યોજન પર પૂરા થાય.
જંબૂઢીપમાં એક સૂર્ય અને એક ચંદ્ર છે.
અઢીદ્વીપમાં કુલ ૬૬ સૂર્ય અને ૬૬ ચંદ્ર છે. અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્ર હોતા નથી.
જ્યોતિ વિમાનોની ગતિથી કાળની ગણત્રી થાય છે.
અઢીદ્વીપની બહાર કાળની ગણત્રી નથી.
કલ્પાતીત દેવોમાં સમાજ વ્યવસ્થા જેવું કંઈ નથી.
સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થતા જીવો એકાવતારી છે. અનુત્તર દેવો કોઈ પ્રશ્નોના ઉત્તર આપતા નથી એટલે અનુત્તર કહેવાય છે.
ઉપર ઉપરના વૈમાનિક દેવલોકના દેવોનું આયુષ્ય વધુ હોય અને શરીર ક્રમશઃ નાનું હોય.
છઠ્ઠાથી માંડીને અનુત્તર સુધીના સર્વ દેવલોકના દેવોને પદ્મલેશ્યા હોય છે.
લોકાંતિક દેવો બ્રહ્મલોકના અંતભાગમાં રહે છે.
બધા અનુત્તરવાસી દેવો એકાવતારી છે.
સમભૂતલા પૃથ્વીથી ઉપર ૧૦૦૦ યોજના સુધી તિર્હાલોક છે.