SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ચોથા અધ્યાયનો સંક્ષિપ્ત સાર તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ ઉપરથી એક વાત નક્કી કે સંસારનું સર્વપ્રકારનું સુખ વાસનાના માત્ર પ્રતીકારરૂપ છે અને ક્ષણિક છે. સમય જતાં ફરીથી પ્રબળ વાસના જાગે છે. ફરીથી તેનો પ્રતિકાર કરવો પડે છે. પૌગલિક પદાર્થો કરતાં આત્મિક પરિણતિમાં સુખ, શાંતિ આપવાની શક્તિ વિશેષ છે. જો કે અપ્રવીચારી દેવોમાં જે અનંત સુખ કહ્યું છે તે સુખ પણ વીતરાગતાના સુખ પાસે કંઈ જ નથી. સૂત્ર : ૪-૨૧ માં અભૂત વાત એ કરી કે આયુષ્ય (સ્થિતિ), પ્રભાવ, સુખ, કાંતિ (ઘુતિ), વેશ્યા, ઇન્દ્રિય સામર્થ્ય અને અવધિજ્ઞાન ઉપર ઉપરના દેવલોકમાં અધિક અધિક છે. સૂત્ર: ૪-૨૨ માં વિપરીત વાત કરી કે જેમ જેમ ઉપરના દેવલોકમાં જઇએ તેમ તેમ ગતિ-શરીર-પરિગ્રહ અને અભિમાન ક્રમશઃ ઓછા હોય છે. એક અપવાદ એ છે કે પાંચમા બ્રહ્મલોકના અંતે રહેનારા નવ (૯) લોકાંતિક દેવો અતિ લઘુકર્મી છે અને એકાવતારી કહેવાય છે. સૂત્રઃ ૪-૨૯ થી આયુષ્યનો અધિકાર શરૂ થાય છે. આ સૂત્રથી શરૂ કરીને અંત સુધીમાં નરકના જીવોનું જઘન્ય આયુષ્ય અને દેવલોકના દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવ્યું છે. નારકોનું જઘન્ય આયુષ્ય દસ હજાર (૧૦,૦૦૦) વર્ષ છે. નરક અને દેવલોકના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે. સાતમી નરકના નારકને ૩૩ સાગરોપમ સુધી કંપારી છૂટે એવી ભયંકર વેદના સહન કરવી પડે છે. પૂર્વ ભવોમાં કેવા પાપો કર્યા હશે કે નરકમાં રહેલો જીવ દર ક્ષણે મૃત્યુ ઇચ્છે છે પણ પૂરું આયુષ્ય તેને ભોગવવું જ પડે છે. કેટલી આકરી સજા ? ચારે ગતિમાં ભૌતિક જગતની દૃષ્ટિએ દેવલોકમાં સુખ છે. આયુષ્ય દીર્ધકાળ છે. શરીર શુચિવાળુ છે છતાં કાળની ફાળ રોકી શકાતી નથી. - દેવલોકમાં ગયેલો જીવ પણ જો મિથ્થામતિ હોય તો અને મિથ્થામતિ જ રહે તો તેને એકેન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થવાની સજા સહન કરવી પડે છે. આ ઉપરથી સમજી શકાય કે દેવલોકના સુખનું પરિણામ જો આટલું નિકૃષ્ટ (હલકુ) આવતું હોય તો તેને સુખ કેમ કહી શકાય ?
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy