________________
૨૭૪ અધ્યાય : ૪, સૂત્ર-પ૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૪-૫૩) પ્રયોજન બાકીના જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ કહે છે. चतुर्भागः शेषाणाम् ४-५३ ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ ચતુઃ ભાગઃ શેષાણામ્ ૪-૫૩ શબ્દાર્થ ચતુઃ ભાગઃ = ચોથો ભાગ (૧૪), શેષાણામ્ = બાકીના સૂત્રાર્થઃ બાકીના (જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ) વા (૧૪) પલ્યોપમ છે.
ભાવાર્થ બાકીનાનો અર્થ ‘તારા' સિવાય જ્યોતિષ્ક નિકાયના દેવોમાં સૂર્ય-ચંદ્રગ્રહ અને નક્ષત્ર આ ચારનો સમાવેશ થાય. આ રીતે બાકીના જ્યોતિષ્ક દેવોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ વા (૧/૪) પલ્યોપમ છે.
ચોથા અધ્યાયના છેલ્લા છ સૂત્રોમાં (૪-૪૮, ૪-૪૯, ૪-૫૦, ૪-૫૧, ૪-૫ર અને ૪-૫૩) જ્યોતિષ્ક દેવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવેલું છે, જે નીચેના ટેબલ પરથી સારી રીતે સમજી શકાય છે.
2*3567839, 68
દેવનું નામ | ઉત્કૃષ્ટ આયુષ્ય સૂર્યદેવ ૧ પલ્યોપમ ૧ હજાર વર્ષ ચંદ્રદેવ ૧ પલ્યોપમ ૧ લાખ વર્ષ ગ્રહો
૧ પલ્યોપમ નક્ષત્રો Oા પલ્યોપમ તારાઓ Oા પલ્યોપમ
જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ પલ્યોપમનો ચોથો ભાગ પલ્યોપમનો ચોથો ભાગ પલ્યોપમનો ચોથો ભાગ પલ્યોપમનો આઠમો ભાગ