________________
૨૭૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૫૧-૫૨ સૂત્ર (૪-૫૧) પ્રયોજનઃ તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
तारकाणां चतुर्भागः ४-५१ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧
તારકાણાં ચતુઃ ભાગઃ ૪-૫૧ શબ્દાર્થ : તારકાણામ્ = તારાઓની, ચતુર્ભાગઃ = ૧/૪ સૂત્રાર્થ : તારાઓની (ઉત્કૃષ્ટ સ્થિતિ) “પા” (Cl = ૧૪) પલ્યોપમ છે.
ભાવાર્થ સૂત્ર ૪-૪૮ માં જયોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. તેમાં તારાઓના આયુષ્યનો અપવાદ આ સૂત્રમાં જણાવ્યો છે. “ચતુર્ભાગ” શબ્દ “પરા પલ્યોપમમ્ (સૂત્ર ૪-૪૭) સાથે સંકળાયેલ હોવાથી તેનો ચોથો ભાગ કરતા . (૧/૪) પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ તારાઓની છે એવો અર્થ થયો.
સૂત્ર (૪-૫૨) પ્રયોજન તારાઓની જઘન્ય સ્થિતિ જણાવે છે. जघन्या त्वष्टभागः ४-५२ જઘન્યા ત્વષ્ટભાગઃ ૪-૫ર જઘન્યા તુ અષ્ટભાગઃ ૪-૫ર
શબ્દાર્થ જઘન્યા = ઓછામાં ઓછી, તુ = પરંતુ, અષ્ટભાગઃ = આઠમો ભાગ (૧|૮ ભાગ)
સૂત્રાર્થ (તારાઓની) જઘન્ય સ્થિતિ ૧/૮ (પલ્યોપમ) છે.
ભાવાર્થ : આ સૂત્રમાં જ્યોતિષ્ક દેવોમાં ફક્ત તારાઓની જઘન્ય સ્થિતિ જણાવે છે જે એક પલ્યોપમના આઠમા ભાગ જેટલી છે.